આમ તો લોકો લાયબ્રેરીનાં ન્યુઝપેપર રીડીંગ સેક્શન (આ રૂપાળું નામ 'અમે' આપ્યું છે)માં ન્યુઝપેપર્સ વાંચવા જતાં હોય છે પણ હું અનાયાસે ત્યાં લોકોને 'વાંચવા' જઈ ચડ્યો. આમ, તો વિદ્યાપીઠ ગ્રંથાલયમાં રીડીંગ સેક્શન અને ન્યુઝપેપર રીડીંગ સેક્શન જુદાં-જુદાં હોવાં છતાં ઘણાં પાસે-પાસે છે એટલે કદાચિત કોઈ યુધ્ધમાં બે સેનાઓ લડાઈ પર ઉતરી હોય ત્યારે કોઈ નવોસવો સૈનિક પોતે કંઈ સેનામાં છે તેની વિમાસણમાં પડી જાય કંઇક એનાં જેવું જ મારી સાથે થયું.અને આમ પણ હું જોડે કાફકાની 'ટ્રાયલ' લઈને ગયેલો અને મારે જગ્યા જોઈતી હતી રીડીંગ સેક્શનમાં પણ જેમ એક પક્ષ ટીકીટ ન આપે તો ટીકીટપિપાસુ ઉમેદવારને અન્ય પક્ષની ટીકીટ પરથી ચૂંટણી લડવામાં જરાય વાંધો હોતો નથી તેમ મેં તો ન્યુઝપેપર રીડીંગ સેક્શન ભણી પ્રયાણ કર્યું.
અહીં પડેલાં 'કચ્છમિત્ર', 'મુંબઈ સમાચાર' , 'DNA ભાસ્કર', 'The Hindu' વગેરે ઉથલાવ્યા...શોધવાથી આપણે જેને 'ન્યુઝ' કહીએ એ પદાર્થ અલ્પમાત્રામાં મળી પણ આવ્યો. પછી મેં મારી આજુબાજુ જોયું. આ આશ્રમરોડની બાહરી અને ફાની દુનિયાથી તદ્દન અલિપ્ત હોય એવાં પુણ્યશાળી આત્માઓ મારી ચોતરફ હતાં. તેઓ વર્તમાનપત્રોનાં પૃષ્ઠો એટલી તો જીજ્ઞાસા અને કુતુહલથી ફેરવતાં જતાં જાણે કે તેઓ અરીસામાં ખુદનાં પ્રતિબિંબને ન શોધતાં હોય! રીડીંગ સેક્શનમાંથી અહીં ધામા નાખવામાં હું કંઈ એકલો ન હતો. શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ અહીં स्वाध्यायात् मा प्रमद | એવાં તૈતરીય ઉપનીષદનાં મંત્રનું અનુસરણ કરી રહ્યાં હોય એવો ભાસ થઇ રહ્યો હતો. પણ નજીક જઈને જોતાં ખ્યાલ આવ્યો કે તેઓ 'લીબર્ટી' મેગેઝીનનું ઓઠું લઈને મોબાઈલ પર રમત રમી રહ્યાં હતાં અથવા કાલિદાસનો વિરહી યક્ષ તેની પ્રિયતમાને વાદળ દ્વારા પોતાનો પ્રેમસંદેશ મોકલાવે છે તેમ SMS સંદેશાઓની સુલભ સેવા દ્વારા તેઓ પોતાની પ્રિયતમાઓને સંદેશા પાઠવી રહ્યાં હતાં...કદાચ ૨૧મી સદીમાં આ પ્રવૃતિને જ 'સ્વાધ્યાય' કહેતાં હશે!
ખેર, મારી બાજુમાં એક પ્રૌઢ સજ્જન આવીને બેઠાં. તેમણે હાથમાં પેન રાખીને 'કચ્છમિત્ર' પલોટવા માંડ્યું. બે મિનિટમાં ખેલ પૂરો કરી એ પેપરનાં પહેલાં પાને ૪/૨ એવી ભેદી નિશાની કરી. પછી એમણે 'મુંબઈ સમાચાર' ને ઝપેટમાં લીધું. એને ધમરોળ્યા પછી તેની પર પહેલાં પાને ૫/૨ એવી નિશાની કરી. હવે 'સત્ય સમાચાર' કે એવું જ કંઇક ભેદી નામ ધરાવતું પેપર એમને હાથે ચડ્યું. એ વાંચ્યાં પછી એમણે ૭/૨ એવી નિશાની કરીને પોતાની અટક કાગળ પર 'બારોટભાઈ' લખીને ઉતારી. અને તેઓ બીજાં છાપાઓ ભણી વળ્યા. હું વિમાસણમાં પડ્યો. મને થયું આ આંકડાઓનો શું અર્થ થતો હશે? ૪/૨ લખેલાં છાપાં પર જોતાં જણાયું કે આ ચોથી તારીખનું છે. ઓહ! ગડ બેઠી. ભાઈને પોતે 'પતાવેલું' જે-તે અખબાર કંઈ તારીખનું છે એ લખવાની ટેવ હશે. કદાચ આ ભાઈને 'જન્મનો દાખલા' કે 'ડેથ સર્ટીફીકેટો' ફાડવાનું તો કામ નહિ હોય ને? અરે ! અરે! પણ આ ૭/૨ નો શું અર્થ કરવો. આજે તો ૬/૨ છે. કદાચ 'સત્ય સમાચાર' નાં સમાચારો આવતીકાલે સાચાં પડશે એવો?
મેં પછી તો મારી નવલકથા ખોલીને વાંચવા માંડ્યું. ત્યાં જ બાજુમાં એક ભાઈ આવીને બેઠાં. એમનાં હાથમાં 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' એવું પુસ્તક હતું. ખોલ્યું. એમાં 'આનંદશંકર ધ્રુવ' અંગે વાંચવાનું કરતા ન કરતા તેમણે તો આનંદશંકર પર જ પોતાનું માથું ઢાળી દીધું! હું તો ખુશ થયો કે ચાલો, ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસથી કોઈકને વર્તમાનમાં તો દેવોને ય દુર્લભ એવી નિંદ્રા અને આરામ તો મળે છે!
થોડી વાર મેં આમ વાંચ્યું હશે અને પછી તો હું પણ કંટાળ્યો અને ઘરે આવતો રહ્યો. પણ ન્યુઝપેપર રીડીંગ સેક્શનમાં 'વાંચવા' બેઠેલાં લોકોને જ 'વાંચવાની' ખરેખર મજા આવી ગઈ.
મુલાકાત લીધાં તારીખ: ફેબ્રુઆરી ૬
![]() |
| ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશદ્વાર |

reading section ma vachva bethela lokone vachvani tane maja avi ne taru aa humorous observation vachvani mane baaau j maja avi :D :D
ReplyDeletekeep it up ..