આજે તો એમ.એ. સેમ-૨નાં વિદ્યાર્થીઓને કોલરિજની 'The Nightingale: A Conversation Poem' ભણાવવાની મજા આવી.વર્ગમાં હું કવિતાનું આરોહ-અવરોહ સાથે થોડુંક પઠન કરતો હોઉં અને વચ્ચે વચ્ચે અટકીને પઠન કરેલાં અંશોની સમજૂતી ગુજરાતીમાં રજૂ કરું. કોલરિજ એટલે અંગ્રેજી સાહિત્યમાં 1798-1832 સુધીનાં Romantic Age તરીકે ઓળખાતા યુગનો ઉમદા કવિ. વર્ડ્સવર્થ સાથે મળીને Lyrical Ballads નામનો કાવ્યસંગ્રહ તેણે બહાર પાડ્યો હતો. અફીણના નશામાં આ કવિએ પોતાનાં કાવ્યોનું સર્જન કર્યું છે: Kubla Khan, Rime of the Ancient Mariner, Christabel. મોટા ભાગની કવિતાઓ ખંડિત સ્વરૂપમાં છે. એમાં થતું એવું કે નશામાં કોલરિજને જે આખ્ખેઆખ્ખી કવિતાનું 'દર્શન' થતું તે બધું કાગળ પર અંકિત કરતી વખતે વચ્ચે જો કોઈ કારણસર વિરામ પડે કે ખલેલ પડે તો એ દર્શન અદ્રશ્ય થઇ જતું અને બસ કવિતા એટલેથી અટકી જતી. રોમેન્ટિક એજનાં મોટા ભાગનાં કવિઓ અને લેખકો - Wordsworth, Byron, Shelly, Keats, De Quinecey અફીણી કે ગાંજો-ચરસના બંધાણી હતાં! એમનાં માટે તે Escapism હતું.
ખેર, હવે કવિતા પર આવીએ:
આ કવિતા એક 'સંવાદ' છે જેમાં કવિ કોલરિજ પોતે પોતાનાં મિત્ર વર્ડ્ઝવર્થ અને તેની બહેન ડોરોથીને ઉદ્દેશીને 'Nightingale' પક્ષી અંગે વાત કરે છે. આ ત્રણેય જણા રાતનાં સમયે એક શાંત ઝરણા પર બનાવેલાં શેવાળથી આચ્છાદિત પુલ પર આવીને ઉભાં છે. નીરવ શાંતિ છવાયેલી છે.તારાઓ ઝાંખા પ્રકાશમાં ટમટમી રહ્યાં છે:

![]() |
| કોલરિજ, વર્ડ્ઝવર્થ અને ડોરોથી |
Come, we will rest on this old mossy bridge!
You see the glimmer of the stream beneath,
But hear no murmuring: it flows silently.
O'er its soft bed of verdure. All is still.
એકાએક Nightingal પક્ષીનો મધુર અવાજ કાને પડે છે. કોલરિજ તેમને Nightingale પક્ષીને ‘વિષાદનાં ગીતો ગાતું પક્ષી’ કેમ ગણવામાં આવે છે તેની વાત માંડે છે. કોઈક હ્રદયભગ્ન અને ખિન્ન માણસ કોએકવાર જંગલમાં અંધારી રાત્રે આ નાઈટીન્ગલનું ગીત સાંભળે છે અને તેને એમ લાગે છે કે પોતાનાં હ્રદયનો વિષાદ આ પક્ષીનાં ગીતમાં પડઘાય છે. બસ પછી તો કવિઓએ આ પક્ષીનું ગીત વિષાદપૂર્ણ/ Melancholy ગણાવ્યું છે:
But some night-wandering man whose heart was pierced
With the remembrance of a grievous wrong,
Or slow distemper, or neglected love,
(And so, poor wretch! filled all things with himself,
And made all gentle sounds tell back the tale
Of his own sorrow) he, and such as he,
First named these notes a melancholy strain.
And many a poet echoes the conceit;
કોલરિજ અણગમો વ્યક્ત કરે છે કે જો તે કવિઓએ ધ્યાનથી નિરીક્ષણ કર્યું હોત તો તેઓ કુદરતની સુંદરતાના ગીતો રચી શક્યા હોત પણ અફસોસ કે આજ કાલ તો મોટા ભાગનાં યુવાન કવિઓ કવયિત્રીઓનો મોટા ભાગનો સમય Ball-room અને hot theaters માં પસાર થાય છે:
And youths and maidens most poetical,
Who lose the deepening twilights of the spring
In ball-rooms and hot theatres
આવાં કટાક્ષ પછી કોલરિજ કહે છે કે આવાં લોકોની વચ્ચે આપણે ત્રણ તો કુદરતનાં વૈભવના ખરા ચાહકો છીએ અને આપણે આ Nightingaleનાં ગીતને ઉલ્લાસપૂર્ણ ગણી શકીએ છે:
My Friend, and thou, our Sister! we have learnt
A different lore: we may not thus profane
Nature's sweet voices, always full of love
And joyance!
ત્યારબાદ કોલરિજ તેમને એક ખંડિયર કિલ્લાની બાજુમાં આવેલી વૃક્ષવાટિકા અંગે વાત કરે છે કે જ્યાં રાત્રિના સમયે ઘણાબધા Nightingale પક્ષીઓ મીઠું મીઠું ગાતાં જોવાં મળે છે – murmurs musical અને swift jug jug. જો કોઈ વ્યક્તિ ઘડીક આંખ બંધ કરીને ઉભી રહે તો તેને તો આ બધું સ્વપ્નવત જ લાગે. અહીં કવિ એક લાવણ્યમયી કન્યાને જુએ છે જે કિલ્લાની નજીક રહેતી હોય છે અને આ પક્ષીનાં ગીત માણવા માટે રાત્રે અહીં આવતી હોય છે.
અંતે, કોલરિજ કહે છે કે “ચાલો, ઘણો સમય આપણે આ રીતે ઉલ્લાસમાં વ્યતીત કર્યો. હવે ઘરભણી પ્રયાણ કરીએ.” સૌ છૂટા પડે તે અગાઉ કોલરિજ તેમને પોતાનાં નાના બાળક વિષે જણાવે છે કે પોતે કેવી રીતે આ બાળકને કુદરત પ્રત્યે અભિમુખ કર્યું છે અને બાળક પોતે પણ કુદરતનું મિત્ર બનવા ઈચ્છે છે. આ બાળકને હજુ તો વાચા ફૂટી નથી પણ તેનામાં અંતર્ચેતના ઘણી છે. તે શુક્રનાં તારાને બરોબર પિછાણે છે. કોલરિજ એક પ્રસંગ કહે છે કે એક સમયે બાળકને નિંદ્રા નથી આવતી ત્યારે પોતે તેને તેડીને ઘરનાં આંગણામાં જાય છે. અને બાળકનો ધલવલાટ આકાશમાંનાં ચંદ્રને જોઈને શમી જાય છે. ચંદ્રના સોનેરી પ્રકાશમાં કોલરિજ તેની આંખમાં તગતગી રહેલાં આંસુઓને ચળકતા જુએ છે.તે ઈચ્છે છે કે તેનાં પુત્રમાં કુદરત પ્રત્યેનો આવિર્ભાવ વધતો રહે અને તે કુદરતને વિષાદ નહિ પણ ઉલ્લાસ સાથે જોડી શકે:
My dear babe,
Who, capable of no articulate sound,
Mars all things with his imitative lisp,
How he would place his hand beside his ear,
His little hand, the small forefinger up,
And bid us listen! And I deem it wise
To make him Nature's play-mate. He knows well
The evening-star; and once, when he awoke
In most distressful mood (some inward pain
Had made up that strange thing, an infant's dream)
I hurried with him to our orchard-plot,
And he beheld the moon, and, hushed at once,
Suspends his sobs, and laughs most silently,
While his fair eyes, that swam with undropped tears,
Did glitter in the yellow moon-beam! Well!
It is a father's tale: But if that Heaven
Should give me life, his childhood shall grow up
Familiar with these songs, that with the night
He may associate joy. Once more, farewell,
Sweet Nightingale! once more, my friends! farewell.

No comments:
Post a Comment