Tuesday, March 5, 2013

The Foster-Mother's Tale/પાલક માતાની વાર્તા

પુસ્તકનાં કવરપેજ પર  કોલરિજનું પોટ્રેટ  
સેમ્યુએલ ટેલર કોલરિજની 'The Foster-Mother's Tale' નામની કવિતા એમ.એ. સેકન્ડ સેમેસ્ટરમાં ભણાવી. આ કવિતા અંગે કવિતા સિવાય કશી જ અન્ય આધારસામગ્રી ઉપલબ્ધ નથી. અને વળી છોગામાં મેં જે કવિતાનાં વર્ઝન પર કામ કર્યું એમાં કામ કરતાં જોવામાં આવ્યું તો નર્યા ડખા જ હતાં એટલે ગૂગલ બુક્સ પર જઈને ૧૭૯૮ની લીરીક્લ બેલાડ્ઝની ડિજીટલ આવૃત્તિ ચકાસી અને એમાં અને મારી પાસેના વર્ઝનમાં ઘણી વિષમતાઓ હતી એટલે મેં મૂળ પ્રતને જ વફાદાર રહેવાનું નક્કી કર્યું અને એ મુજબ આખી કવિતાનું ગુજરાતી ગદ્યમાં ભાષાંતર કર્યું. બેલડમાં એક વાત બહુ મજાની છે કે અહીં બોલચાલની ભાષાનો ઉપયોગ થયો છે.જેમકે, Angels rest his soul! (ભગવાન એનાં આત્માને શાંતિ અર્પે) અને he read, and read, and read (તેણે પુષ્કળ વાંચ વાંચ જ કર્યું).

આ કાવ્ય એક ડ્રામાટીક ફ્રેગ્મેન્ટ(નાટકીય ખંડ?) છે. કોલરિજનાં કાવ્યો અધૂરા રહેતાં એ તો અગાઉ જોઈ ગયાં છે. અફીણનો નશો કરનાર કોલરિજને આખેઆખા કાવ્યો અફીણનાં કેફમાં 'તરતાં દેખાતાં' અને પછી તે એ મુજબ લખવા બેસી જતો. જો વચમાં કોઈ કારણસર તેને ઉભાં થવું પડે તો ખલાસ! કાવ્ય લોપ થઇ જતું...વિસ્મૃતિ છવાઈ જતી...અને એ કાવ્ય બસ ત્યાં જ અધૂરું રહી જતું...

ચાલો, કવિતાનો આસ્વાદ માંણીએ: 

એક ફોસ્ટર-મધર/ પાલક મા અને મારિયા, જેને તેણે બચપણમાં ઉછરી હોય છે તે બન્ને જણા વાતો કરે છે. કવિતાની શરૂઆત જ કંઇક આ ઉભડક રીતે થાય છે: I never saw the man whom you describe. ફોસ્ટર-મધર મારિયાને કહે છે. વાચક તરીકે આપણે અચાનક જાણે કોઈ સંવાદપરંપરાનાં દોરમાં 'ફેંકાઇ' ગયાં છીએ એમ લાગે. મારિયા માના આવાં જવાબથી ડરી જાય છે કેમકે પેલાં માણસે તો એની સાથે એ રીતે એ રીતે વાતો કરી હોય છે જાણે તે ફોસ્ટર-મધરને ઘણો નિકટથી જાણતો હોય. પછી અચાનક વાતનો દોર 'રહસ્ય' તરફ નિર્દેશ કરે છે: - But that entrance, Mother! (પણ મા પેલું ખુફિયા પ્રવેશદ્વાર?). મા કહે છે: Can no one hear? It is a perilous tale! ( હેં? કોઈ સાંભળતું નથી ને જોજે...આ તો અત્યંત ભયાનક વાર્તા છે) મારિયા ખાતરી આપે છે કે કોઈ જોતું નથી ત્યારે જ મા વાર્તા કહેવાનું શરુ કહે છે. વાર્તા તેને તેનાં પતિનાં પિતા પાસેથી સાંભળેલી છે (Ballad સ્વરૂપની એક ખાસિયત કે ભૂતકાલીન ઘટનાઓ સંકળાયેલ હોય). લીઓની કરીને એક વૃદ્ધ કઠીયારો હોય છે જેને એક દિવસ શેવાળમાં લથબથ શિશુ પુરાણા દેવળની અસમથળ દીવાલને અડીને આવેલાં વૃક્ષની નીચેથી મળી આવે છે. તે આ શિશુને ઘરે લાવે છે અને આ બાળક ઉમરાવ વેલેઝની નિગરાનીમાં ઉછરે છે. બાળક થોડાં સમયમાં સુંદર મજાનો છોકરો બને છે. સુંદર પણ સાવ અલ્લડ! કેમકે તેને પ્રાર્થના કરવી કે પેલી માળા ફેરવીને મન્ત્રોચ્ચાર કરવાં જરાય પસંદ નથી. પણ હા, તે પક્ષીઓના નામ જાણે છે અને તેમનાં અવાજની નકલ કરતાં આવડે છે, અને જાણે પોતે જ પક્ષી ન હોય એમ તે સિસોટી વગાડે છે: અને આખીય વાસંતી બપોર તેનું એકમાત્ર કાર્ય એટલે જંગલી ફૂલોનાં બી એકઠાં કરી લાવવાનું અને તેને માટી અને પાણી વડે વૃક્ષના થડિયા પર ઉગાડવાનું!

You know that huge round beam
Which props the hanging wall of the old chapel?
Beneath that tree, while yet it was a tree,
He found a baby wrapped in mosses, lined
With thistle-beards, and such small locks of wool
As hang on brambles. Well, he brought him home,
And reared him at the then Lord Valdez' cost,
And so the babe grew up a pretty boy,
A pretty boy, but most unteachable--
And never learn'd a prayer, nor told a bead,
But knew the names of birds, and mocked their notes,
And whistled, as he were a bird himself.
And all the autumn 'twas his only play
To gather seeds of wild flowers, and to plant them
With earth and water on the stumps of trees.

એક Friar/તપસ્વી (Romantic Poetryમાં Friarનું પાત્ર અવારનવાર દેખા દે છે. જેમકે, વર્ડ્ઝવર્થની કવિતામાં કોઈકવાર તેમાં આંગ્લ કવિ મિલ્ટન અભિપ્રેત હોય છે!) કે જે જંગલમાં લાકડા એકઠાં કરે છે તેને આ બાળકની બહુ માયા લાગી જાય છે. અને બાળકને પણ આ તપસ્વી પ્રત્યે પ્રેમભાવ છે. આ તપસ્વી તેને લખતાં શીખવે છે અને તે કલમ પકડીને લખે છે. અને તે સમય પછી તે Convent અથવા Castle માં જ રહેવાનું પસંદ કરે છે ( શું અહીં કંઇક મહત્વપૂર્ણ બાબત અભિપ્રેત નથી? મેં વર્ગમાં પૂછ્યું: કોન્વેન્ટ શેનું પ્રતિક છે? જવાબ નહિ મળ્યો એટલે પછી મેં કહ્યું: ધર્મસત્તા. અને કેસલ? કેટલાંક હોઠ હળવેથી ફફડ્યા પણ ‘પાક્કો’ જવાબ મળ્યો નહિ. એટલે મેં કહ્યું: રાજસત્તા. પછી મધ્યકાલીન યુગમાં ધર્મસત્તા અને રાજસત્તા વચ્ચેનાં સંઘર્ષથી લઈને ૧૩મી સદીનાં મેગ્નાકાર્ટાથી માંડીને લોકશાહીના વિકાસ સુધીનો અછડતો ખ્યાલ આપ્યો.સાથે એ પણ ઉમેર્યું કે આ Convent અને Castleનાં અર્થઘટનો અત્યારે કવિતા ભણાવતી વખતે જ સ્ફૂર્યું છે. આ બે C સાથે ત્રીજો C એ Civilization નો C છે એમ કહ્યું). બાળક અભ્યાસને કારણે પરિપક્વ યુવાનમાં પરિણમે છે. પણ ઓહ! તે બિચારો! – તેણે પુષ્કળ વાંચ વાંચ જ કર્યું જ્યાં સુધી તેનું માથું ફરી ન ગયું ત્યાં સુધી – અને તેનાં આયુષ્યનાં ૨૦માં વર્ષ અગાઉ તેને ઘણી બાબતો અંગે અનુચિત વિચાર આવવાં લાગ્યાં. તે હવે પ્રાર્થના કરતો પણ તેને ધાર્મિક માણસોની વચ્ચે અને ધાર્મિક સ્થળે પ્રાર્થના કરવાનું પસંદ નહોતું પડતું- છતાં તેનો અવાજ એટલો તો કોમળ અને મીઠો હતો કે પેલાં ઉમરાવ વેલેઝને એનાથી ક્યારેય કંટાળો આવતો નહિ. એક વખત એવું બન્યું કે દેવળની ઉત્તર દિશાએ ઉભાં રહીને તેઓઊંડી ચર્ચામાં મગ્ન હતાં ત્યારે અચાનક તેમનાં પગ તળે ધરા ધ્રૂજી અને દીવાલ ધરાશાયી થઇ. તેનો કાટમાળ લગભગ તેમનાં માથે પડ્યો. ઉમરાવ તો આ ઘટનાથી ઘણા ગભરાઈ ગયાં અને કોઈ માંદગીમાં પટકાઈ પડ્યાં. અને તેમણે આ ઘટના/judgement માટે તેમની પેલાં યુવાન સાથેની ધર્મનિંદા અને અનુચિત વાતોને જવાબદાર ઠેરવતી કબૂલાત/confession કરી. ફલસ્વરૂપ તે યુવાનને પકડીને ગર્તા/holeમાં નાખી દેવામાં આવ્યો.

But O! poor wretch! he read, and read, and read,
Till his brain turned; and ere his twentieth year
He had unlawful thoughts of many things:
And though he prayed, he never loved to pray
With holy men, nor in a holy place.
But yet his speech, it was so soft and sweet,
The late Lord Valdez ne'er was wearied with him.
And once, as by the north side of the chapel
They stood together chained in deep discourse,
The earth heaved under them with such a groan,
That the wall tottered, and had well nigh fallen
Right on their heads. My Lord was sorely frightened!
A fever seized him, and he made confession
Of all the heretical and lawless talk
Which brought this judgement: so the youth was seized
And cast into that hole.

મારાં પતિનાં પિતા આ તબક્કે બાળકની જેમ ધ્રુસકેને ધ્રુસકે રડી પડેલાં – તેમનું હ્રદય ભાંગી પડેલું. અને એક વખત તેઓ જયારે ભોંયરામાં કામ કરતાં હતાં ત્યારે તેમને એક ચોક્કસ અવાજ કાને પડે છે; તે આ યુવકનો અવાજ કે જે હરિયાળા મેદાનો અંગે કરુણપ્રશસ્તિ ગાય છે, સરોવરને કાંઠે કે ઉંચા સવાનામાં શિકાર માટે દોટ મૂકવી અને નિર્વસ્ત્ર મનુષ્ય તરીકે સર્વત્ર ઘૂમવાની કેવી સ્વતંત્રતા! (અહીં વિદ્યાર્થીઓને ‘પેરેડાઈઝ લોસ્ટ’ વિષે જણાવ્યું. આદમ અને ઇવને પેલાં સુવર્ણ સફરજન- Fruit of knowledge/જ્ઞાનફળ ખાવાં સિવાય બધી જ સ્વતંત્રતા હતી. પણ પેલાં સેતાને આવીને ઇવને આ ફળ ખાવાં ભરમાવી અને બધી મોકાણ થઇ! ઈશ્વરે આદમ અને ઇવને ધકેલ્યા પૃથ્વી પર કે જાઓ, ત્યાં જઈને પોતાનો ભાર વેંઢારો...પુરુષને તનતોડ મજૂરી કરવાની અને તેનાં ‘બૈરી-છોકરાં’ નું પેટ ભરવાની અને સ્ત્રીને ૯ મહિના પ્રસુતિની પીડા સહન કરવાની સજા કરી. મિલ્ટને આ મહાકાવ્ય લખ્યું પછી તો ઈંગ્લેન્ડમાં તેનાં નિવાસસ્થાને લોકોની ભીડ ઉમટી પડતી ‘મહાત્મા મિલ્ટન’ નાં દર્શનાર્થે. ઉલ્લેખનીય છે કે મિલ્ટને પોતાની દ્રષ્ટિ અતિશય વાંચનને કારણે ગુમાવી હતી. ‘પેરેડાઈઝ લોસ્ટ’ પછી તેણે ‘પેરેડાઈઝ રીગેઈન્ડ’ /સ્વર્ગની પુનઃપ્રાપ્તિ પણ લખ્યું હતું) તેમને આ બાળક પ્રત્યે ઘણો જ લગાવ હતો અને હવે તેમનો પ્રેમ મરણીયો બન્યો. મૃત્યુને મચક આપીને તેમને મેં કહ્યું તે પ્રવેશદ્વાર કોતરી કાઢ્યું. અને પેલો યુવાન ત્યાંથી ભાગી છૂટ્યો.

મારિયાઆ તો ઘણી મજાની વાર્તા છે એમ કહ્યા પછી માને પૂછે છે કે પેલાં યુવાનનું શું થયું? મા કહે છે કે તે તો સુવર્ણ ભૂમિની ખોજ કરનારા જાબાંઝ નૌકાખલાસીઓ જોડે જહાજના તૂતક પર ચડી ગયો (અહીં મેં વર્ગમાં ૧૯મી સદીનાં કેલેફોર્નીયા ગોલ્ડ રશ અને ગ્રેગરી પેક અભિનીત ‘મેકેનાઝ ગોલ્ડ’ ફિલ્મની વાત કરી). લીઓની (વૃદ્ધ કઠીયારો)નો નાનો ભાઈ પણ આ રીતે સફર પર નીકળી પડે છે અને સ્પેનથી જયારે તે પાછો આવે છે ત્યારે લીઓનીને કહે છે કે પેલો ગાંડિયો તો ‘નવી દુનિયા’ માં ઉતર્યા પછી પોતાની નામરજી છતાં એક નૌકા તફડાવીને એકલપંડે ચંદ્રકિરણોની નીરવ શાંતિમાં દરિયા જેવડી વિશાલ નદીના ઉપરવાસ ભણી ચાલી નીકળે છે, અને તેનાં વિષે પછી કંઈ સમાચાર નથી: હા, પણ એમ ધારવામાં આવે છે કે તે જંગલીઓ/savage લોકો વચ્ચે જ જીવ્યો અને મર્યો.

He went on shipboard
With those bold voyagers who made discovery
Of golden lands. Sesina's younger brother
Went likewise, and when he returned to Spain,
He told Sesina, that the poor mad youth,
Soon after they arrived in that new world,
In spite of his dissuasion, seized a boat,
And all alone, set sail by silent moonlight
Up a great river, great as any sea,
And ne'er was heard of more: but 'tis supposed,
He lived and died among the savage men.

કાવ્યનું સંવેદન ઝીલ્યાં પછી તેનું વિવેચન (વાઢકાપ?) કરવું બહુ કપરું કામ હોય છે પણ મેં Orientalism નાં સંદર્ભમાં આ આખો Self/Other, Rational/Irrational, Civilized/Svagae નો ખ્યાલ સમજાવ્યો. ફ્રેંચ ફિલસૂફ મિશેલ ફૂકોનો Power-Knowledge વચ્ચેનો સંબંધ પણ અછડતો બતાવ્યો. વર્ગ ૧ કલાકને ૨૦ મીનીટ અવિરત ચાલ્યો અને વિદ્યાર્થીઓનાં ચહેરા સૂકાવા લાગેલાં એટલે અટકવું પડ્યું હતું!

આજનાં બપોરનાં ૨ થી ૩નાં વ્યાખ્યાનમાં બે ઘનિષ્ઠ મિત્રો - વિશાલ/Vishal Patel અને હિતાંશ/Hitansh Jain:ની સ્વેચ્છાએ હાજરીથી સુખદ અનુભૂતિ થઇ હતી. ધૈવતભાઈ ખૂબ ઈચ્છા છતાં અનિવાર્ય કારણોસર આવી શક્યા નહોતાં.


આખું કાવ્ય અંગ્રેજીમાં વાંચવા માટે :http://books.google.co.in/books/reader id=RRAUAAAAQAAJ&printsec=frontcover&output=reader&pg=GBS.PA53

No comments:

Post a Comment