(30/04/2013નાં રોજ
સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાત (CUG) ખાતે Language, Literature and
Cultural Studies/LL & CS વિભાગ
દ્વારા એમ.ફીલનાં વિદ્યાર્થીઓ માટે આગામી ઓગસ્ટમાં સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાત
અને બલવંત પારેખ સેન્ટર ફોર સેમાનટીક્સ એન્ડ અધર હ્યુમન સાયન્સીસ, બરોડા તથા ધ
ફોરમ ઓફ કન્ટેમ્પરરી થીયરી, બરોડા દ્વારા તારીખ ૧૯ થી ૨૧ ઓગસ્ટ,૨૦૧૩નાં Bakhtin in India : Exploring the
Dialogic Potential in Self, Culture and History વિષય પર યોજવા જઈ રહેલી International
Conference સંદર્ભે એક વર્કશોપનું આયોજન થયું હતું. આ વર્કશોપમાં વિભાગીય
અધ્યક્ષ E. V. Ramakrishnan એ અંગ્રેજીમાં
આપેલ વક્તવ્યનું સંકલન અને ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો છે)
|
મિખાઈલ મિખાઈલોવિચ બખ્તીન (૧૮૯૫- ૧૯૭૫)ની ગણના બહુમુખી પ્રતિભા ધરાવતા એક રશિયન ફિલસૂફ,
સાહિત્યિક વિવેચક, semiotician/સંકેત વિજ્ઞાનીમાં થાય છે જેનાં વિચારોએ સાહિત્યિક વિવેચન, ઇતિહાસ, ફિલસુફી, માનવવિદ્યા, સમાજશાસ્ત્ર અને
માનસશાસ્ત્ર જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં કાર્યરત વિદ્વાનોનું સવિશેષ ધ્યાન ખેંચ્યું છે. બખ્તીન
નામની આ શખ્સિયતનાં અંગત જીવન અંગે એટલો તો કાજળઘેરો અંધકાર છવાયેલો છે કે વિશેષ
માહિતી અને તેની યથાર્થતા બાબતે કેવળ પ્રશ્નાર્થચિહ્ન સૂચક સંજ્ઞા ખડી છે. તેની
કેટલીક કૃતિઓનાં કર્તૃત્વ બાબતે પણ વિસંગતતાઓ છે. જેમકે, તેનાં ખાસ મિત્રો V.
N. Vološinov અને P. N. Medvedevનું નામ ધરાવતી કૃતિઓ વાસ્તવમાં બખ્તીનની જ કૃતિઓ
છે કે કેમ એવો પણ એક વાદ ઉભો થયો હતો. આમ છતાં, કેટલીક ઉપલબ્ધ હકીકતોને આપણે
લક્ષ્યમાં લઈશું.
![]() |
| બખ્તીનની બીજી મુદ્રા |
૧૯૨૦નાં
દાયકામાં રશિયામાં થતી સાહિત્યિક ચર્ચાઓમાં બખ્તીને સક્રિય ફાળો આપ્યો હોવાં છતાં તેને
સંજોગવશાત ૧૯૬૦ સુધી નામના મળી નહિ. રશિયાનું રાજકીય વાતાવરણ જ એ વેળા એટલું સજ્જડ
હતું કે તેમાં બખ્તીનનાં મૌલિક વિચાર અને ચિંતનને માટે ક્યાંય સ્થાન નહોતું. રશિયન
પ્રમુખ સ્તાલીનનાં સરમુખત્યારશાહી વિચારો સાથે સંમત ન થવાની સજા રૂપે તેને છ વર્ષ
માટે કઝાખિસ્તાન મોકલી દેવામાં આવ્યો. બખ્તીનની કેટલીક મહત્વની કૃતિઓ આ અરસામાં
ગાયબ થઇ ગઈ તો કેટલીક કૃતિઓને ઘણી પાછળથી પ્રકાશમાં આવી (. તેણે રશિયામાં
Mordovian Pedagogical Institute નામની ટીચર્સ ટ્રેનીંગ કોલેજમાં કેટલાંક સમય
માટે અધ્યાપન કાર્ય કર્યું. આ સંસ્થા ઈ.સ્.૧૯૫૭માં જયારે વિશ્વવિદ્યાલયમાં પરિણમી
ત્યારે બખ્તીનને Department of
Russian and World Literatureનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો. ૧૯૬૧માં સ્વાસ્થ્યનાં
પ્રશ્નોને લઈને તેણે નિવૃત્તિ સ્વીકારી અને ત્યારબાદ ચિકિત્સકીય સારવાર માટે તે
મોસ્કો ગયો. અહીં મોસ્કોમાં જ ઈ.સ્. ૧૯૭૫માં બખ્તીનનું નિધન થયું.
બખ્તીનનાં Dialogism, Discourse, Carnival and
Grotesque, Polyphony/Heteroglossia જેવાં
નવ્ય વિચારોએ Formalism/સ્વરૂપવાદની સીમાઓને વિસ્તારવાનું કાર્ય કર્યું.
બખ્તીન એક Post-modernist/અનુ-આધુનિક વિચારક હતો. ઈ.સ્. ૧૯૭૫ સુધીમાં
બખ્તીન જગતના અગ્રીમ વિચારકોની હરોળમાં સ્થાન પામ્યો અને તેનાં વિચારો અંગ્રેજી
અને અન્ય ભાષાઓમાં અનુવાદો મારફતે વિશ્વવ્યાપી બન્યા. બખ્તીને એ વાત પર ભાર મુક્યો
કે દરેક સમાજમાં Centrifugal/કેન્દ્રાપગામી (કેન્દ્રથી દૂર લઇ જનાર )અને Centripetal/કેન્દ્રાભીગામી (કેન્દ્ર તરફ લઇ જનાર) પ્રવાહો કાર્યરત હોય છે. કેન્દ્રાભીગામી પ્રવાહને
સરળ રીતે સમજાવવું હોય તો કહી શકાય કે કેન્દ્રભીગામી એટલે કે Standardization/સામાન્યીકરણ.
દા.ત. વિશ્વવિદ્યાલય. વિશ્વવિદ્યાલય જ્ઞાનનું વર્ગીકરણ/Ordering અને પ્રસાર/Distributionનું
કાર્ય અધિકૃતપણે કરે છે. પણ આ પ્રવાહની સામે Unofficial/અનાધિકૃતનો
પ્રવાહ પણ ચાલે છે. જ્ઞાનનાં સર્જન અને પ્રસાર પર કેન્દ્રાભીગામી
પરિબળો હંમેશા સકંજો જાળવી શકતા નથી. બખ્તીનનું મહત્વ Resistance/પ્રતિરોધનાં
સંદર્ભે ઘણું વધી જાય છે. દરેક શબ્દ, અરે, દરેક વિચાર એક નિરંતર Conflict/સંઘર્ષમાં
રત છે. તેની અંદર કેન્દ્રાભીગામી અને કેન્દ્રાપગામી પરિબળો વચ્ચે સતત ગજગ્રાહ ચાલી
રહ્યો છે. Culture/સંસ્કૃતિ પોતાની અંદર એક પ્રકારની સ્થિતિસ્થાપકતા
ધરાવે છે. સંસ્કૃતિની વ્યાપક છત્રછાયા તળે તદ્દન વિરોધાભાસી જણાતાં પ્રવાહો પણ
સમાઈ જાય છે. જેમકે, આપણી પાસે Classical Music/શાસ્ત્રીય
સંગીત પણ છે અને Popular Music/લોકપ્રિય સંગીત પણ છે, High Litearature/ઉત્કૃષ્ટ
સાહિત્ય પણ છે અને Low Literature/અવકૃષ્ટ સાહિત્ય પણ છે.
Dialogism:
પાશ્ચાત્ય
પરંપરા મુખ્યત્વે નાટક પર આધારિત છે. એક સમય હતો જયારે ગદ્યને ઉત્કૃષ્ટ ગણવામાં
આવતું નહિ. તમામ Theories/વાદ, ભારતીય પ્રાચ્ય વાદ સુદ્ધાં, કાવ્યને
ઉત્કૃષ્ટ સાહિત્ય સાથે સરખાવે છે. બખ્તીને
ગદ્ય અંગેનો વાદ રજૂ કર્યો. તેણે Stylistics/શૈલીવાદનો
વિરોધ કરતાં દર્શાવ્યું કે નવલકથા અને ભાષા વચ્ચે એક અલગ પ્રકારનો જ સંબંધ છે. નવલકથા
એવું સાહિત્ય સ્વરૂપ છે જે અન્ય સાહિત્ય સ્વરૂપોને પોતાનામાં સમાવી લે છે. એટલેકે,
નવલકથા આત્મકથા સ્વરૂપની પણ હોઈ શકે, પત્રાચાર સ્વરૂપની કે શબ્દકોશ પ્રકારની પણ હોઈ શકે. વિક્રમ શેઠની Golden
Gate નામની નવલકથા સોનેટ સ્વરૂપે લખાયેલી છે. નવલકથા અને ભાષા વચ્ચેનો
સંબંધ એ અન્ય સાહિત્ય સ્વરૂપોનો ભાષા સાથેનો જે સંબંધ છે તેનાથી અલગ પડે છે. નવલકથા
એવો સાહિત્ય પ્રકાર છે જે Form/સ્વરૂપ કે Style/શૈલીને
અતિક્રમી જાય છે.
Utterance:
ભાષા
હંમેશા તેનાં Context/સંદર્ભ સાથે જોડાયેલી હોય છે. ભાષામાં કોઈ Sentence/વાક્ય નથી
હોતાં પણ Utterance/ઉચ્ચારણ હોય છે. અને આ ઉચ્ચારણોની પુનરોક્તિ થતી
નથી. ઉચ્ચારણ ૩૦૦૦ પૃષ્ઠમાં પથરાયેલી ‘વોર એન્ડ પીસ’ જેવી મહાનવલકથા પણ હોઈ શકે
અને એકશબ્દી ‘અરે!’ પણ હોઈ શકે. ઉચ્ચારણ એ
વાક્યથી એ રીતે અલગ પડે છે કે ઉચ્ચારણમાં Response/પ્રત્યુત્તર
મેળવવાનો હેતુ રહેલો હોય છે. ઉચ્ચારણ હંમેશા કશાક તરફ (શ્રોતા તરફ) ગતિ કરે છે.
શબ્દ તેનામાં જ Self-contained/સંપૂર્ણ નથી. શબ્દનો અર્થ શ્રોતાની સભાનતા કે
જાગરુકતા ભણી ગતિ કરે છે. શેક્સપીયરનાં નાટક ‘The Tempest’માં
પ્રોસ્પેરોની કહાણીનાં અર્થઘટન ૧૭માં સૈકામાં જે થતાં હતાં તેથી તદ્દન ભિન્ન
અર્થઘટન Post-colonial/ અનુસંસ્થાનવાદનાં સમયમાં કરવામાં આવે છે. Text/લેખન હંમેશા
અન્ય Text/લેખનની સાપેક્ષે સમજી શકાય છે. દા.ત. કોઈ શબ્દ
અંગે વિચારીએ તો જણાશે કે એ શબ્દ તેની પાછળ અતિ સમૃદ્ધ પૃષ્ઠભૂમિ ધરાવે છે. આમ, A
word is nothing but an echo-chamber/શબ્દ એક જાજરમાન પ્રતિધ્વનિકક્ષ છે.
કોઈ એક
જ શબ્દનો ભદ્રવર્ગી પુરુષ, કામદારવર્ગની સ્ત્રી, દલિતવર્ગની વ્યક્તિ સાંભળે તો
તેનાં અલગ અલગ અર્થ લઇ શકે. શબ્દની આ કરમાતી દુનિયાને Polyphony કહે છે.
તદ્દન વિરોધાભાસી અર્થો એક જ શબ્દમાં વસવાટ કરતાં હોય છે. ફેંચ ફિલસૂફ દેરિદાએ Pharmacology
નામનો અંગ્રેજી શબ્દ જેની પરથી આવ્યો છે તે ગ્રીક શબ્દ Pharmakonને ટાંકતા
કહ્યું છે કે પ્રાચીન ગ્રીક ભાષામાં આનો અર્થ ‘વિષ’ થાય છે આધુનિક ગ્રીક ભાષામાં ‘ઔષધ’
થાય છે. ‘ગ્રંથ’ શબ્દનો અર્થ ‘પુસ્તક’ પણ થાય છે અને ‘માર્ગદર્શક’ પણ થાય છે. ‘સાહિત્ય’
શબ્દ ‘સહીત’ પરથી આવ્યો છે જેનો અર્થ છે ‘સાથે’! જ્યારેકે અંગ્રેજી શબ્દ Literature
નો અર્થ છે: to write. એટલેકે લખવું.
આમ, સાહિત્ય અને Literature – એ બેય એક નથી.બખ્તીન કહે છે કે દરેક
સંસ્કૃતિમાં regulatory mechanism/નિયંત્રણની કાર્યપદ્ધતિની સામે પ્રવાહો ઉભાં થતાં
રહે છે. નવલકથા આ બધાંને પોતાની અંદર સમાવી લે છે.Novel allows
multiplicity of meanings.
Dialogism
and Polyphony/ heteroglossia:
![]() |
| બખ્તીનનું બહુચર્ચિત પુસ્તક |
‘રામાયણ’
જોશો તો જણાશે કે આમાં કથાનકની પાછળ ફક્ત વાલ્મિકીનો અવાજ ઘુમરાય છે. ‘ધર્મવિચાર’
અહીં કેન્દ્રમાં છે. સીતાનો મૌલિક અવાજ અને તેનાં અંગત મનોભાવો વાલ્મિકી રામાયણમાં
સાંભળી નહિ શકાય. કેમકે, મહાકાવ્યમાં ચોક્કસ પ્રકારનો ideal world view/જાગતિક આદર્શ
રજૂ થતો હોય છે. એથી સાવ જ ભિન્ન, નવલકથામાં કોઈ ચોક્કસ પ્રકારનો જાગતિક આદર્શ રજૂ
કરવામાં આવતો નથી. નવલકથા એ તો વૈવિધ્યપૂર્ણ
અવાજોનું જગત છે. બખ્તીનને મતે નવલકથા એ એક પ્રકારનું લોકશાહીની જેમ એક મુક્ત
સાહિત્ય સ્વરૂપ છે.
બખ્તીને જેનો વિશદ અભ્યાસ તેનાં The Problems of Dostoevsky’s Poeticsમાં કર્યો છે તેમ દોસ્તોવસ્કી તેની પાત્રસૃષ્ટિમાં કદી ખલેલરૂપ ન બનતો અને તેમને ‘મુક્તાચાર’ માણવા દેતો. જેમ સામાજિક વાસ્તવ પ્રકારની નવલકથાઓમાં અવશ્ય જોવાં મળતું તેમ તેનાં પાત્રો પર દોસ્તોવસ્કી પોતાની લેખક તરીકેની આભા થોપી દેતો નથી. દોસ્તોવસ્કીની નવલકથા value-judgmentથી પીડિત નથી – અહીં પાપ-પુણ્ય વચ્ચે કોઈ ફેર નથી જોવાં મળતો – અને પાત્રો તેમનાં જાગતિક આદર્શો પોતે જ શોધતાં જોવાં મળે છે (નહિ કે લેખકે અગાઉથી કંડારી આપેલાં જાગતિક આદર્શો પર ચાલવું). દરેક પાત્ર અહીં એકસરખી સતહ પર જીવે છે. પાત્રની મનોસ્થિતિમાં ડોકિયું કરવાં માટે દોસ્તોવસ્કી પત્રો,સ્વપ્નો, કબૂલાતો જેવી literary devicesનો ઉપયોગ કરે છે. ઘણીવાર એવું બને છે કે કથાનક કોઈક જુદી જ દિશા પકડે છે. જેમકે, Crime and Punishmentમાં રાસ્કોલનીકોવ ઘોડાને માર મરાતો હોય તેવું સ્વપ્ન જુએ છે. અન્ય વ્યક્તિની સભાનતા તમારી અંદર પ્રવેશે છે. અને શબ્દનો અર્થ હંમેશા Contingent/હંગામી છે એવો ખ્યાલ આવે છે. ભીષણ પાપાચારી અને સર્વોપરી સદાચારી વચ્ચે ઝાઝો ફેર નથી.
દોસ્તોવસ્કી તેની નવલકથાઓમાં ‘Double’ નો પ્રયોગ કરતો. કોઈ પાત્ર ઉમદા સંત હોય તો એની સામે તેનાં જેટલી જ કક્ષાનો કોઈ શેતાન હોય. દા.ત. Brothers Karamazovમાં ઇવાન અને તેનાં ભાઈઓનો સંવાદ. તમે એકાંતમાં તમારી જાત સાથે વાર્તાલાપ કરતાં હોવ છતાં એમ બને કે તે વાર્તાલાપ કરનારી વ્યક્તિ એક નથી. ભાષા પણ એક નથી – સડક પરની ભાષા, પૌષધશાળાની ભાષા, શયનખંડની ભાષા, વર્ગખંડની ભાષા, અદાલતની ભાષા. જેમકે, Crime and Punishmentમાં દારૂનાં પીઠ્ઠા પર વળગેલા લોકોની ભાષા. આને કહેવાય Polyphony. આપણે નવલકથાનો અભ્યાસ કરીએ ત્યારે આ બાબત પર તો સહેજે ધ્યાન આપતાં નથી હોતાં.
બખ્તીને જેનો વિશદ અભ્યાસ તેનાં The Problems of Dostoevsky’s Poeticsમાં કર્યો છે તેમ દોસ્તોવસ્કી તેની પાત્રસૃષ્ટિમાં કદી ખલેલરૂપ ન બનતો અને તેમને ‘મુક્તાચાર’ માણવા દેતો. જેમ સામાજિક વાસ્તવ પ્રકારની નવલકથાઓમાં અવશ્ય જોવાં મળતું તેમ તેનાં પાત્રો પર દોસ્તોવસ્કી પોતાની લેખક તરીકેની આભા થોપી દેતો નથી. દોસ્તોવસ્કીની નવલકથા value-judgmentથી પીડિત નથી – અહીં પાપ-પુણ્ય વચ્ચે કોઈ ફેર નથી જોવાં મળતો – અને પાત્રો તેમનાં જાગતિક આદર્શો પોતે જ શોધતાં જોવાં મળે છે (નહિ કે લેખકે અગાઉથી કંડારી આપેલાં જાગતિક આદર્શો પર ચાલવું). દરેક પાત્ર અહીં એકસરખી સતહ પર જીવે છે. પાત્રની મનોસ્થિતિમાં ડોકિયું કરવાં માટે દોસ્તોવસ્કી પત્રો,સ્વપ્નો, કબૂલાતો જેવી literary devicesનો ઉપયોગ કરે છે. ઘણીવાર એવું બને છે કે કથાનક કોઈક જુદી જ દિશા પકડે છે. જેમકે, Crime and Punishmentમાં રાસ્કોલનીકોવ ઘોડાને માર મરાતો હોય તેવું સ્વપ્ન જુએ છે. અન્ય વ્યક્તિની સભાનતા તમારી અંદર પ્રવેશે છે. અને શબ્દનો અર્થ હંમેશા Contingent/હંગામી છે એવો ખ્યાલ આવે છે. ભીષણ પાપાચારી અને સર્વોપરી સદાચારી વચ્ચે ઝાઝો ફેર નથી.
દોસ્તોવસ્કી તેની નવલકથાઓમાં ‘Double’ નો પ્રયોગ કરતો. કોઈ પાત્ર ઉમદા સંત હોય તો એની સામે તેનાં જેટલી જ કક્ષાનો કોઈ શેતાન હોય. દા.ત. Brothers Karamazovમાં ઇવાન અને તેનાં ભાઈઓનો સંવાદ. તમે એકાંતમાં તમારી જાત સાથે વાર્તાલાપ કરતાં હોવ છતાં એમ બને કે તે વાર્તાલાપ કરનારી વ્યક્તિ એક નથી. ભાષા પણ એક નથી – સડક પરની ભાષા, પૌષધશાળાની ભાષા, શયનખંડની ભાષા, વર્ગખંડની ભાષા, અદાલતની ભાષા. જેમકે, Crime and Punishmentમાં દારૂનાં પીઠ્ઠા પર વળગેલા લોકોની ભાષા. આને કહેવાય Polyphony. આપણે નવલકથાનો અભ્યાસ કરીએ ત્યારે આ બાબત પર તો સહેજે ધ્યાન આપતાં નથી હોતાં.
લેખકની
શૈલી કેવી છે એનો અભ્યાસ કારગર નથી નીવડતો કારણકે લેખક પાસે તો એકથી વધુ શૈલી હોય
છે. જેમકે, The Portrait of the Artist as a Young Manમાંથી
ચાર લાઈન્સ લઈને અને કહો કે આવી લેખકની શૈલી છે તો એ કેટલે સુધી વ્યાજબી છે? વળી,
એ શૈલી સ્ટીફન ડીડલસની છે કે જેમ્સ જોયસની તે પણ કઈ રીતે જાણવું?
નવલકથાનો
ઉદ્ભવ:
![]() |
| ગ્રીક ફિલસૂફ સોક્રેટીસ |
બખ્તીન નવલકથાનાં ઉષઃકાળ અંગે વાત કરતાં Socratic Dialogue ભણી લઇ
જાય છે. આ સોક્રેટીક ડાયલોગ પ્રાચીન ગ્રીસની સડક પર આકાર લેતાં. સોક્રેટીક નામ
મશહૂર ગ્રીક ફિલસૂફ સોક્રેટીસ પરથી આવ્યું છે. આ પ્રકારનાં સંવાદની પરંપરા
સોક્રેટીસે શરુ કરી હતી જેમાં સોક્રેટીસ જાહેર રસ્તા પર કોઈકની સાથે સંવાદ શરુ કરે
અને પછી તેમાં ધીરે ધીરે રસ્તા પરથી પસાર થનારાં લોકો જોડાતા જાય. દરમ્યાન સોક્રેટીસ
ત્યાંથી હળવેકથી સરકી જાય. કહેવાની જરૂર ખરી કે આ પ્રકારનાં સોક્રેટીક ડાયલોગનો
અંત અવશ્યપણે Riot/ ધાંધલધમાલમાં પરિણમે છે?
Carnivalization/ઉત્સવીકરણ :
બખ્તીન
આ સાથે જ Menappian Satireની પણ વાત કરે છે જેને લોકસાહિત્ય કે
ચારણીસાહિત્યમાં ગણાવી શકાય. વર્તમાનની જેમ મધ્યયુગીન યોરોપમાં પણ Non-believers/અનાસ્થા
ધરાવનાર વર્ગ વિદ્યમાન હતો. Carnival/ઉત્સવનો સમયગાળો એવો સમયગાળો હોય છે
જેમાં સામાન્ય સંજોગોમાં નિષિદ્ધ એવી લાગણીઓ કે ઉન્માદનું પ્રાકટ્ય વ્યાજબી લેખાતું
હોય છે. દા.ત. આપણે ત્યાં ધુળેટીનાં તહેવારે છૂટથી કોઈને પણ ગાળ બોલી શકાય છે. આખું
વર્ષ તમે પોલીસની દાંડાઈ સહન કરી લો પણ ધુળેટી પર તમે તેને ગાળ આપી શકો અને તે મૂંગે મોંએ ગાળ ખાઈ પણ લે. એકવાર
તમારો ચહેરો રંગબેરંગી થઇ જાય છે પછી તમે આગવું વ્યક્તિત્વ ધરાવતી કોઈ ભિન્ન
વ્યક્તિ તરીકે મટી જાઓ છો.
![]() |
| 'રાબેલે અને તેનું જગત' |
Rabelais/રાબેલે
(1494-1553) નામનો ફ્રેંચ નવજાગૃતિકાળનો લેખક જેણે કટાક્ષ અને રમૂજ કથાઓ તેમજ અશ્લીલ
ટુચકા અને ગીતો લખ્યા હતાં અને જેને વિશ્વસાહિત્યનો એક અગ્રણી લેખક તથા આધુનિક યોરોપીયન
લેખનનો પિતા ગણવામાં આવે છે તેનાં પર બખ્તીને Rabelais and His World નામનું
પુસ્તક લખ્યું છે. રાબેલે તેનાં લખાણોમાં Pastiche/ભિન્ન લેખનશૈલીઓની
રંગોળી અને Parody/વિડંબના
જોવાં મળતી. રાબેલે અનેક જાગતિક દર્શનોને સમાંતરે રજૂ કરતો. Carnival એવો
સમયગાળો છે જેમાં પ્રબળ અને પ્રભાવિક જાગતિક દર્શનની સામે અને વિરોધમાં એક આખું સમાંતર
જાગતિક દર્શન ખડું થાય છે. જેમકે, ભારતીય લોકસાહિત્ય પર નજર નાખીએ તો જોવાં મળશે
કે ‘ભવાઈ’ અને ‘તમાશા’ એવાં લોકરંજક પ્રદર્શનોમાં કલાકાર અને દર્શક વચ્ચેનું અંતર
નાબૂદ થઇ જાય છે અને જેમ આવાં પ્રદર્શનોમાં જોવાં મળે છે તેમ કલાકાર તમારી પાછળ પણ
ઉભો હોય અને તમને ખબર પણ ન હોય.
Carnivalizationની
કેટલીક ખાસિયતો જોઈએ:
(૧) અહીં
તમામ બાબતોનાં સંદર્ભે ઉલટીગંગા વહે છે. શ્લીલ-અશ્લિલનું છૂટથી મિશ્રણ થાય છે.
નાત-જાત-ધર્મનાં બંધનો ઉત્સવની ઉજવણી પૂરતા ખરી પડે છે અને એક પ્રકારની Communal
energy/સામુદાયિક શક્તિનો સંચાર થાય છે. સર્વાન્તીસ (‘ડોન કિહોટે’થી
પ્રખ્યાત) અને શેક્સપિયર ઉત્સવની આ વિશેષતા પ્રત્યે સભાન હતાં. Henry IV નાટકમાં
આવતો Falstaff નામનો વિદુષક ઉત્સવની તમામ વિશેષતાઓથી પરિપુષ્ટ
છે.
(૨) આ
સમયે તમામ પ્રકારનાં બંધનો અલોપ થઇ જાય છે. શરીરનાં અધઃઉદર ભાગ પર ધ્યાન કેન્દ્રિત
કરવામાં આવે છે. આ પ્રકારનાં સ્થૂળ અને
શરીરી આનંદની ઉજવણી દ્વારા સમુદાય એક નવચૈતન્યને પ્રાપ્ત કરે છે. જયારે મધ્યકાલીન
યુગમાં સમાજ અનેક પ્રકારનાં કરડાં નિયમો – do’s and don’ts - થી
લિપ્ત હતો. એવે સમયે આવી દમનકારી પ્રણાલીઓ સામે ઝીંક ઝીલવાનું સમાજ પાસે એકમાત્ર
સબળ માધ્યમ હતું: ઉત્સવો.
(૩) આ
સમયગાળો ‘મુક્તિનો શ્વાસ’ લેવાનો સમયગાળો, અલબત્ત અલ્પકાલીન, પણ કહી શકાય. લોકચેતના
કેવી રીતે પ્રકટે તેનો એક દાખલો જોઈએ: ઉત્તર કેરાલામાં ઉત્સવપ્રસંગે નિમ્ન
જ્ઞાતિનાં નટો દ્વારા બ્રાહ્મણો કેવી રીતે નિમ્ન જ્ઞાતિનાં સભ્યોનું શોષણ કરે છે
તેની ભજવણી કરવામાં આવતી. આવી ભજવણીમાં અચૂકપણે બ્રાહ્મણસમાજ સામે નિમ્ન જ્ઞાતિનાં
સભ્ય તરીકે દર્શાવાયેલ પાત્રને બદલો લેતાં દર્શાવાતો. અને ખાસ નોંધપાત્ર વાત તો એ છે
કે આ પ્રકારની ભજવણીમાં દર્શકો તરીકે મુખ્યત્વે બ્રાહ્મણ સમાજનાં સભ્યો રહેતાં.
એટલેકે શોષણખોરો જ શોષિતોની વ્યથાને સાંભળતા અને પોતાની જ થઇ રહેલી ટીકાનો આનંદ
ઉઠાવતા.
(૪)
બખ્તીને Market places/જાહેર સ્થળોની ભાષાનો અભ્યાસ રજૂ કર્યો છે. આપણે નવલકથાની અંદર જાહેર સ્થળોની ભાષા પરત્વે
ધ્યાન આપતાં નથી. દા.ત. ડિકન્સની નવલકથામાં crowd/જનસમુદાય. આપણે જયારે
કોઈ નવલકથાનો અભ્યાસ કરીશું તો ભાષામાં આવતો પલટો જોવાં મળશે. જેમકે, દીવાનખંડમાં
બોલાતી ભાષા એ દારૂનાં પીઠ્ઠા પર બોલાતી ભાષા કરતાં ભિન્ન છે.
(૫) હાસ્ય. હાસ્ય તો ઉત્સવનું અભિન્ન અંગ છે.
હાસ્યની શક્તિઓ અંગે તો આપણે વાફેફ છીએ જ. દા.ત. કટોકટી સમયે દેશનાં તમામ
વ્યંગ્યચિત્રકારો જેલમાં હતાં. કેમ? કેમકે, a cartoon captures the whole
pornography of power.
(૬) કદાચ
આજે પણ નવલકથા સમાજની dominant ideology/ બળુકી વિચારધારામાં રહેલાં છિદ્રો અને
ગાબડા તરફ અંગુલીનિર્દેશ કરવામાં એક સબળ માધ્યમ સાબિત થાય છે. ઉદાહરણ તરીકે સલમાન
રશ્દીની Minight’s Children કે Tony Morrison ની Beloved
કે પછી ઓરહાન પામુકની નવલકથાઓ ટાંકી શકાય જેમાં Carnivalization
વ્યાપકપણે જોવાં મળે છે. ડાયસ્પોરિક નવલકથાની આ સંદર્ભે વાત કરીએ તો એક કેનેડિયન
નવલકથા છે: Cockroach. આ નવલકથામાં કેરેબિયન દ્વીપસમૂહનાં લોકોનાં
કેનેડામાં વસવાટ અંગેની વાત છે. કદાચ નવલકથા એ stateless people/રાજ્યવિહીન
લોકો માટે પોતાનો અવાજ અને લડત રજૂ કરવાનું અસરકારક માધ્યમ છે.





ભારે રસપ્રદ રીતે તમે તો અત્યંત અઘરા વિષયની પ્રવાહી શૈલીમાં છણાવટ કરી છે. એક તો રશિયન નામ આવે ત્યાં જ લખાણ આગળ વાંચવાનુ પડતું મુકવાનો વિચાર વળબત્તર બનતો જતો હોય છે. પણ તમારા અનુવાદ કમ ભાવાનુવાદ કમ રસાસ્વાદને કારણે પહેલી વખત બખ્તીન ભાઈ વિશે જાણવાનું બન્યું. નવલકથામાં રશિયાનું ઘણુ મોટુ પ્રદાન છે એવી આછી પાતળી ખબર હતી, અહીં વધારે જાણકારી મળી. જોકે શરૃઆતમાં કૌંસમાં આપેલું લખાણ સાહિત્યીક ગુજરાતીની અસર તળે લખાયુ હોય એવુ ભાસે છે. બાકીનું લખાણ સમજી શકાય એવા ગુજરાતીમાં છે.
ReplyDelete