... અને પલકેશે
સામે બેઠેલાં ત્રીસ-પાંત્રીસ વિદ્યાર્થીઓ આગળ સવાલ રમતો મૂક્યો: “નાટક કેમ કરવું
છે?”
“ સર, પર્સનાલીટી
ડેવલપમેન્ટ માટે નાટક કરવું છે.”
“સર, ૫૦૦૦ લોકોની
વચ્ચે ઉભાં રહીને બોલી શકાય એવો આત્મવિશ્વાસ આવે એને માટે નાટક કરવું છે?”
“આ કોલેજમાં
આવ્યા ત્યારથી અમે એક પણ ઇવેન્ટમાં ભાગ નથી લીધો તો થયું ચલો આમાં ભાગ લઈએ.”
“મને તો ઈશાન સરે
ખાસ કીધેલું કે તારે તો નાટકમાં રહેવાનું જ છે.”
“કોલેજ પૂરી થતાં
પહેલાં અહીંથી યાદો લઈને જવી છે એટલે.”
દક્ષિણની
ફિલ્મોનાં સુપરસ્ટાર જેવાં લાગતા નિકુલ સાહેબ બહુ જ શાંતિપૂર્વક વિદ્યાર્થીઓનાં
પ્રતિભાવો નોંધી રહ્યાં હતા. દરેક વિદ્યાર્થીને બીજાં દિવસ માટે ટાસ્ક આપવામાં
આવ્યું કે તે કોઈ એક ‘પાત્ર’ તૈયાર કરીને લાવે અને એને ભજવી બતાવે. હા, એ પાત્ર
પોતાની આસપાસનાં સમાજજીવનમાંથી હોય એ ખાસ શરત હતી.
વર્કશોપનો બીજો દિવસ... એક-બે પરફોર્મન્સ પછી નેપથ્ય પર અભિનયનાં તેજતારક એવા નચિકેતાનો પ્રવેશ થયો...અને he came, he saw and he conqured. તાળીઓ ઉઘરાવી ગયો આ છોકરો. પછી પલકેશે બેઠેલાં વિદ્યાર્થીઓમાંથી પરમને ઉભો કર્યો અને એને કોઈ રોલ ભજવવા કહ્યું એટલે એણે આગળ મૂકેલા ખુરશી ટેબલ પર જઈને નવી ખુલેલી ટ્રાવેલ બુકિંગ એજન્સીનાં માલિકનો રોલ ભજવવા માંડ્યો... અને તમે માનશો? પલકેશે રેન્ડમલી છોકરાઓને બીજાં રોલ ફાળવી આપ્યાં અને ફટોફટ પરમની આગળ પહોંચી પોતાનો રોલ ભજવવા કહ્યું. નચિકેતા થયો પરમનો સોફ્ટવેર ડેવલપર, અનિતા બની ટીકીટ લેવા આવનાર ગ્રાહક, તો મયંકને મળ્યો રોલ પરમનાં નાનકડા છોકરાનો! અને મયંક તો ડોકું મસ્તીથી હલાવતા હલાવતાં ‘પપ્પા’ની બાજુમાં જઈને બેસી ગયો. પલકેશે સૌને સૂચના આપી કે ‘કેઓસ’ કરો અને પરમને પરેશાન કરી નાખો. એટલે સોફ્ટવેર ડેવલપરે એની ચૂંથ કરી, ગ્રાહકે ટીકીટ માટે રીડિયારમણ કર્યું તો બચ્ચાંજી કરી મૂકી બૂમરાણ! ને પપ્પાનો ફોન તો એ દરમ્યાન ચાલુ જ...ઘરેથી ફોન હોય તે વાત તો કરવી જ પડે ને! ને એ દરમ્યાન ચોર-પોલીસની પકડાપકડી પણ રમાઈ ગઈ! કહેવું પડે કે પરમે બહુ ‘ઠાવકાઈ’થી આખોય ટેબ્લો નિભાવી લીધો જેનાં માટે એને વ્યાજબીપણે તાળીઓ પણ મળી. મયંકનાં પણ બહુ વખાણ થયા ત્યારે એણે ફોડ પાડ્યો કે સર, સ્કૂલમાં નાટક કર્યું હતું ને એમાં ય મને તો બાળકનો રોલ જ મળ્યો હતો!

આ ટાસ્ક ભજવાઈ
રહ્યું એટલે પલકેશે ‘બ્લોકીંગ’ એટલે શું એ સમજાવ્યું. અનિતા આખા ટાસ્કમાં ઓડિયન્સ
તરફ પીઠ રાખીને બેઠી હતી એટલે એનાં ચહેરાનાં હાવભાવ કોઈ જોઈ શક્યું નહિ. નાટક
ભજવતી વેળા ઇચ્છનીય પોશ્ચર શું હોવો જોઈએ એ દર્શાવ્યું. નાટક ભજવતાં અવાજ બુલંદ –
લાઉડ – રાખવો એની સૂચના આપી અને આ સૂચના તો અમારે છેક ટાઉન હોલમાં નાટક ભજવાય
ત્યાં સુધી દરરોજ અને પરફોર્મન્સનાં દિવસે પણ આપવી પડી હતી. “નાભિમાંથી અવાજ
કાઢવાની પ્રેક્ટીસ કરો” એવું પલકેશ સાહેબે અલ્ટીમેટમ આપી દીધું.
બીજાં દિવસની
વર્કશોપને અંતે સૌના ફીડબેક લેવાયા. પ્રદીપ અને તીર્થ પણ એ ફીડબેક આપનારા
છોકરાઓમાં હતા. આ બંનેનો ખાસ ઉલ્લેખ એટલાં માટે કર્યો કે બંને જણાને મેં કહેલું કે
તમારે તો નાટકમાં રહેવાનું જ છે. ક્લાસમાં હું ભણાવતો હતો ત્યારે એક દિવસ પ્રદીપને
એનો પરિચય આપવાનું કહ્યું હતું. એ વખતે પાણીદાર આંખોવાળો આ છોકરો જે કોન્ફીડન્સથી
એ પોતાની જગ્યાએ ઉભો થયો હતો અને જે બુલંદ અવાજે એણે પોતાનો પરિચય આપ્યો હતો એ જ
વખતે મને થયેલું કે એને તો આવી કોઈ ઇવેન્ટમાં રાખીશ જ. એની પાસે મોબાઈલ ખરો પણ
સ્માર્ટફોન નહિ. એટલે એનો ફોનથી સંપર્ક રાખવા માટે બીજાં બે-ત્રણ વિદ્યાર્થીઓને
સૂચના આપી રાખી હતી.
બીજો છોકરો એટલે
તીર્થ. તીર્થની બેચ એટલે કમ્પ્યુટર –સી ડીવીઝનની ક્લાસ ભારે ભયંકર. છોકરાઓ બધાં જ
ઈન્ટેલીજન્ટ એગ્રેસર – બુદ્ધિશાળી આક્રમણખોર! મંથન, બાલમુકુંદ, યશ, મિતેશ, દર્શન –
આ બધાં ભોળો ચહેરો કરીને બેઠાં હોય પણ આપણે ક્લાસમાં જઈએ એમની શેતાની ચાલુ! પણ મને
તો મજા આવતી એમની સાથે. એટલીસ્ટ, આ એકમાત્ર એવી ક્લાસ હતી જેમાં મારે ગ્રામર બોર્ડ
પર ભણાવવું નહોતું પડ્યું અને સૌને ડાયરેક્ટ ગ્રામર-બેઝ્ડ એક્ટીવીટી,
સ્ટોરી-ટેલીંગ મેથડ, રોલ પ્લે વગેરે જેવી નોખી
પદ્ધતિથી ભણાવી શક્યો હતો. ખેર, આ તીર્થ એમાં સૌથી શાંત. એને મેં નાટકમાં ભાગ
લેવાનું કહ્યું હતું ત્યારે એણે હા, સર હું લઈશ કરીને ફોર્મ ભર્યું હતું. પણ
વર્કશોપમાં એને સવારે ના જોતાં મને ફાળ પડી. કમ્પ્યુટરવાળા બીજાં મિત્રોને પૂછ્યું
તો કહે કે સર એણે તો સિંગિંગમાં પણ ફોર્મ ભર્યું હતું પણ પછી નીકળી ગયો હતો. એટલે
એને ફોન કર્યો કે જ્યાં હોય ત્યાંથી અહીં વર્કશોપમાં આવે. તીર્થની અવઢવ મને સમજાઈ
હતી. આ છોકરો મારાં જેવો છે – થોડો ગભરુ જીવ. પાછીપાની કરવામાં ક્યાંક જીંદગીનાં આ
મજાના દિવસો એ ગુમાવે એ તો કેમ ચાલે? વળી, એ ગિટાર પણ વગાડે અને સારું ગાય પણ છે.
એ આવ્યો એટલે એને મેં નિકુલ પાસે મોકલ્યો...અને એ દિવસે અમે એની પાસે ગવડાવ્યું પણ
ખરું!
હવે તો
વિદ્યાર્થીઓ મીડ સેમ એક્ઝામ આવતી હતી – ૨૦ થી ૨૪ માર્ચ. એટલે એની આગળનું અઠવાડિયું
એમને ફ્રી રાખવા પડે. એટલે અમારી વર્કશોપમાં આવી પડ્યો અનિવાર્ય મધ્યાંતર...
No comments:
Post a Comment