Monday, May 13, 2013

આંગ્લ કવિ વિલિયમ વર્ડ્ઝવર્થનાં સોનેટ 'Composed Upon a Westminster Bridge, September 3, 1802 'નો ગુજરાતી અનુવાદ



વેસ્ટમીન્સટર બ્રીજ પરથી


વેસ્ટમીન્સટર બ્રીજ ઈ.સ. ૧૮૦૮માં 

નથી કશું ય અદકેરું સૌન્દર્ય આ વસુંધરા પાસે એથી વધુ
ખરે જ હશે માંહ્યલો લાગણીશૂન્ય, જે ચાલ્યો જાય છે
મનોહારી આ દ્રશ્યને વિણ જોયે,
નગર આ ભાસે જાણે કોઈ વસ્ત્રપ્રાવરણ સમું.

પ્રાતઃકાળનું માધુર્ય: પ્રશાંતરમણીય અને સ્ફુટ,
આ નૌકાઓ, મિનારા, ગુંબજો, વિલાસભવનો ને દેવમંદિરો
પામ્યા છે સુદૂર પ્રસ્તાર પેલ્લાં હરિયાળા મેદાનો અને ક્ષિતિજે ઝળુંબતા અવકાશ સુધી
રેલાતી આ નિર્ધૂમ લહેરખીઓમાં છે સઘળું ય ઝળાંઝળાં.

ન કદીયે અવતર્યો હશે સૂર્ય આટલો કુમાશથી
ઉપત્યકા, શિલા કે ટીલા પરે તેજનાં અંબારે 
ને કદીયે ના નિહાળી, અરે! અનુભવી ના કદીયે આવી નિતાંત નીરવતા.

વહે છે સરિતા તેની મનોનીત મધુર-શી ચાલે
ઓ પ્રભુ! આ નિંદ્રાધીન ભાસતી પ્યારી-શી ઈમારતો
ને નગરનાં પુરુષાર્થી હ્રદયો છે હજુ મહીં પોઢેલાં!

--- વિલિયમ વર્ડઝવર્થ

મૂળ અંગ્રેજી સોનેટ:

વેસ્ટમીન્સટર બ્રિજનું અન્ય એક દ્રશ્યચિત્ર 

Earth hath not anything to show
more fair:
Dull would he be of soul who could pass by
A sight so touching in its majesty:
This City now doth, like a garment, wear


The beauty of the morning; silent, bare,
Ships, towers, domes, theatres and temples lie
Open unto the fields, and to the sky;
All bright and glittering in the smokeless air.

Never did sun more beautifully steep
In his first splendor, valley, rock, or hill;
Ne'er saw I, never felt, a calm so deep!
The river glideth at his own sweet will:
Dear God! The very houses seem asleep;
And all that mighty heart is lying still!

William Wordsworth: Poems in Two Volumes: Sonnet 14

Saturday, May 11, 2013

મિખાઈલ મિખાઈલોવિચ બખ્તીન: આપખુદશાહીની ગર્તામાં ગરક થઇ જતાં રહી ગયેલું અનન્ય વ્યક્તિત્વ


(30/04/2013નાં રોજ સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાત (CUG) ખાતે Language, Literature and Cultural Studies/LL & CS વિભાગ દ્વારા એમ.ફીલનાં વિદ્યાર્થીઓ માટે આગામી ઓગસ્ટમાં સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાત અને બલવંત પારેખ સેન્ટર ફોર સેમાનટીક્સ એન્ડ અધર હ્યુમન સાયન્સીસ, બરોડા તથા ધ ફોરમ ઓફ કન્ટેમ્પરરી થીયરી, બરોડા દ્વારા તારીખ ૧૯ થી ૨૧ ઓગસ્ટ,૨૦૧૩નાં  Bakhtin in India : Exploring the Dialogic Potential in Self, Culture and History વિષય પર યોજવા જઈ રહેલી International Conference સંદર્ભે એક વર્કશોપનું આયોજન થયું હતું. આ વર્કશોપમાં વિભાગીય અધ્યક્ષ E. V. Ramakrishnan એ અંગ્રેજીમાં આપેલ વક્તવ્યનું સંકલન અને ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો છે)

મિખાઈલ બખ્તીન (૧૮૯૫-૧૯૭૫)

મિખાઈલ મિખાઈલોવિચ બખ્તીન (૧૮૯૫- ૧૯૭૫)ની ગણના બહુમુખી પ્રતિભા ધરાવતા એક રશિયન ફિલસૂફ, સાહિત્યિક વિવેચક, semiotician/સંકેત વિજ્ઞાનીમાં થાય છે  જેનાં વિચારોએ સાહિત્યિક વિવેચન, ઇતિહાસ, ફિલસુફી, માનવવિદ્યા, સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં કાર્યરત વિદ્વાનોનું સવિશેષ ધ્યાન ખેંચ્યું છે. બખ્તીન નામની આ શખ્સિયતનાં અંગત જીવન અંગે એટલો તો કાજળઘેરો અંધકાર છવાયેલો છે કે વિશેષ માહિતી અને તેની યથાર્થતા બાબતે કેવળ પ્રશ્નાર્થચિહ્ન સૂચક સંજ્ઞા ખડી છે. તેની કેટલીક કૃતિઓનાં કર્તૃત્વ બાબતે પણ વિસંગતતાઓ છે. જેમકે, તેનાં ખાસ મિત્રો V. N. Vološinov અને P. N. Medvedevનું નામ ધરાવતી કૃતિઓ વાસ્તવમાં બખ્તીનની જ કૃતિઓ છે કે કેમ એવો પણ એક વાદ ઉભો થયો હતો. આમ છતાં, કેટલીક ઉપલબ્ધ હકીકતોને આપણે લક્ષ્યમાં લઈશું.

બખ્તીનની બીજી મુદ્રા 
૧૯૨૦નાં દાયકામાં રશિયામાં થતી સાહિત્યિક ચર્ચાઓમાં બખ્તીને સક્રિય ફાળો આપ્યો હોવાં છતાં તેને સંજોગવશાત ૧૯૬૦ સુધી નામના મળી નહિ. રશિયાનું રાજકીય વાતાવરણ જ એ વેળા એટલું સજ્જડ હતું કે તેમાં બખ્તીનનાં મૌલિક વિચાર અને ચિંતનને માટે ક્યાંય સ્થાન નહોતું. રશિયન પ્રમુખ સ્તાલીનનાં સરમુખત્યારશાહી વિચારો સાથે સંમત ન થવાની સજા રૂપે તેને છ વર્ષ માટે કઝાખિસ્તાન મોકલી દેવામાં આવ્યો. બખ્તીનની કેટલીક મહત્વની કૃતિઓ આ અરસામાં ગાયબ થઇ ગઈ તો કેટલીક કૃતિઓને ઘણી પાછળથી પ્રકાશમાં આવી (. તેણે રશિયામાં Mordovian Pedagogical Institute નામની ટીચર્સ ટ્રેનીંગ કોલેજમાં કેટલાંક સમય માટે અધ્યાપન કાર્ય કર્યું. આ સંસ્થા ઈ.સ્.૧૯૫૭માં જયારે વિશ્વવિદ્યાલયમાં પરિણમી ત્યારે બખ્તીનને  Department of Russian and World Literatureનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો. ૧૯૬૧માં સ્વાસ્થ્યનાં પ્રશ્નોને લઈને તેણે નિવૃત્તિ સ્વીકારી અને ત્યારબાદ ચિકિત્સકીય સારવાર માટે તે મોસ્કો ગયો. અહીં મોસ્કોમાં જ ઈ.સ્. ૧૯૭૫માં બખ્તીનનું નિધન થયું.

બખ્તીનનાં  Dialogism, Discourse, Carnival and Grotesque, Polyphony/Heteroglossia જેવાં નવ્ય વિચારોએ Formalism/સ્વરૂપવાદની સીમાઓને વિસ્તારવાનું કાર્ય કર્યું. બખ્તીન એક Post-modernist/અનુ-આધુનિક વિચારક હતો. ઈ.સ્. ૧૯૭૫ સુધીમાં બખ્તીન જગતના અગ્રીમ વિચારકોની હરોળમાં સ્થાન પામ્યો અને તેનાં વિચારો અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં અનુવાદો મારફતે વિશ્વવ્યાપી બન્યા. બખ્તીને એ વાત પર ભાર મુક્યો કે દરેક સમાજમાં Centrifugal/કેન્દ્રાપગામી (કેન્દ્રથી દૂર લઇ જનાર )અને  Centripetal/કેન્દ્રાભીગામી (કેન્દ્ર તરફ લઇ જનાર)  પ્રવાહો કાર્યરત હોય છે. કેન્દ્રાભીગામી પ્રવાહને સરળ રીતે સમજાવવું હોય તો કહી શકાય કે કેન્દ્રભીગામી એટલે કે Standardization/સામાન્યીકરણ. દા.ત. વિશ્વવિદ્યાલય. વિશ્વવિદ્યાલય જ્ઞાનનું વર્ગીકરણ/Ordering અને પ્રસાર/Distributionનું કાર્ય અધિકૃતપણે કરે છે. પણ આ પ્રવાહની સામે Unofficial/અનાધિકૃતનો પ્રવાહ પણ ચાલે છે. જ્ઞાનનાં સર્જન અને પ્રસાર પર કેન્દ્રાભીગામી પરિબળો હંમેશા સકંજો જાળવી શકતા નથી. બખ્તીનનું મહત્વ Resistance/પ્રતિરોધનાં સંદર્ભે ઘણું વધી જાય છે. દરેક શબ્દ, અરે, દરેક વિચાર એક નિરંતર Conflict/સંઘર્ષમાં રત છે. તેની અંદર કેન્દ્રાભીગામી અને કેન્દ્રાપગામી પરિબળો વચ્ચે સતત ગજગ્રાહ ચાલી રહ્યો છે. Culture/સંસ્કૃતિ પોતાની અંદર એક પ્રકારની સ્થિતિસ્થાપકતા ધરાવે છે. સંસ્કૃતિની વ્યાપક છત્રછાયા તળે તદ્દન વિરોધાભાસી જણાતાં પ્રવાહો પણ સમાઈ જાય છે. જેમકે, આપણી પાસે Classical Music/શાસ્ત્રીય સંગીત પણ છે અને Popular Music/લોકપ્રિય સંગીત પણ છે, High Litearature/ઉત્કૃષ્ટ સાહિત્ય પણ છે અને Low Literature/અવકૃષ્ટ સાહિત્ય પણ છે.

Dialogism:

પાશ્ચાત્ય પરંપરા મુખ્યત્વે નાટક પર આધારિત છે. એક સમય હતો જયારે ગદ્યને ઉત્કૃષ્ટ ગણવામાં આવતું નહિ. તમામ Theories/વાદ, ભારતીય પ્રાચ્ય વાદ સુદ્ધાં, કાવ્યને ઉત્કૃષ્ટ સાહિત્ય સાથે સરખાવે છે.  બખ્તીને ગદ્ય અંગેનો વાદ રજૂ કર્યો. તેણે Stylistics/શૈલીવાદનો વિરોધ કરતાં દર્શાવ્યું કે નવલકથા અને ભાષા વચ્ચે એક અલગ પ્રકારનો જ સંબંધ છે. નવલકથા એવું સાહિત્ય સ્વરૂપ છે જે અન્ય સાહિત્ય સ્વરૂપોને પોતાનામાં સમાવી લે છે. એટલેકે, નવલકથા આત્મકથા સ્વરૂપની પણ હોઈ શકે, પત્રાચાર સ્વરૂપની કે શબ્દકોશ  પ્રકારની પણ હોઈ શકે. વિક્રમ શેઠની Golden Gate નામની નવલકથા સોનેટ સ્વરૂપે લખાયેલી છે. નવલકથા અને ભાષા વચ્ચેનો સંબંધ એ અન્ય સાહિત્ય સ્વરૂપોનો ભાષા સાથેનો જે સંબંધ છે તેનાથી અલગ પડે છે. નવલકથા એવો સાહિત્ય પ્રકાર છે જે Form/સ્વરૂપ કે Style/શૈલીને અતિક્રમી જાય છે.

Utterance:

ભાષા હંમેશા તેનાં Context/સંદર્ભ સાથે જોડાયેલી હોય છે. ભાષામાં કોઈ Sentence/વાક્ય નથી હોતાં પણ Utterance/ઉચ્ચારણ હોય છે. અને આ ઉચ્ચારણોની પુનરોક્તિ થતી નથી. ઉચ્ચારણ ૩૦૦૦ પૃષ્ઠમાં પથરાયેલી ‘વોર એન્ડ પીસ’ જેવી મહાનવલકથા પણ હોઈ શકે અને એકશબ્દી ‘અરે!’ પણ હોઈ શકે.  ઉચ્ચારણ એ વાક્યથી એ રીતે અલગ પડે છે કે ઉચ્ચારણમાં Response/પ્રત્યુત્તર મેળવવાનો હેતુ રહેલો હોય છે. ઉચ્ચારણ હંમેશા કશાક તરફ (શ્રોતા તરફ) ગતિ કરે છે. શબ્દ તેનામાં જ Self-contained/સંપૂર્ણ નથી. શબ્દનો અર્થ શ્રોતાની સભાનતા કે જાગરુકતા ભણી ગતિ કરે છે. શેક્સપીયરનાં નાટક ‘The Tempest’માં પ્રોસ્પેરોની કહાણીનાં અર્થઘટન ૧૭માં સૈકામાં જે થતાં હતાં તેથી તદ્દન ભિન્ન અર્થઘટન Post-colonial/ અનુસંસ્થાનવાદનાં સમયમાં કરવામાં આવે છે. Text/લેખન હંમેશા અન્ય Text/લેખનની સાપેક્ષે સમજી શકાય છે. દા.ત. કોઈ શબ્દ અંગે વિચારીએ તો જણાશે કે એ શબ્દ તેની પાછળ અતિ સમૃદ્ધ પૃષ્ઠભૂમિ ધરાવે છે. આમ, A word is nothing but an echo-chamber/શબ્દ એક જાજરમાન પ્રતિધ્વનિકક્ષ છે.

કોઈ એક જ શબ્દનો ભદ્રવર્ગી પુરુષ, કામદારવર્ગની સ્ત્રી, દલિતવર્ગની વ્યક્તિ સાંભળે તો તેનાં અલગ અલગ અર્થ લઇ શકે. શબ્દની આ કરમાતી દુનિયાને Polyphony કહે છે. તદ્દન વિરોધાભાસી અર્થો એક જ શબ્દમાં વસવાટ કરતાં હોય છે. ફેંચ ફિલસૂફ દેરિદાએ Pharmacology નામનો અંગ્રેજી શબ્દ જેની પરથી આવ્યો છે તે ગ્રીક શબ્દ Pharmakonને ટાંકતા કહ્યું છે કે પ્રાચીન ગ્રીક ભાષામાં આનો અર્થ ‘વિષ’ થાય છે આધુનિક ગ્રીક ભાષામાં ‘ઔષધ’ થાય છે. ‘ગ્રંથ’ શબ્દનો અર્થ ‘પુસ્તક’ પણ થાય છે અને ‘માર્ગદર્શક’ પણ થાય છે. ‘સાહિત્ય’ શબ્દ ‘સહીત’ પરથી આવ્યો છે જેનો અર્થ છે ‘સાથે’! જ્યારેકે અંગ્રેજી શબ્દ Literature નો અર્થ છે: to write. એટલેકે લખવું. આમ, સાહિત્ય અને Literature – એ બેય એક નથી.બખ્તીન કહે છે કે દરેક સંસ્કૃતિમાં regulatory mechanism/નિયંત્રણની કાર્યપદ્ધતિની સામે પ્રવાહો ઉભાં થતાં રહે છે. નવલકથા આ બધાંને પોતાની અંદર સમાવી લે છે.Novel allows multiplicity of meanings.

Dialogism and Polyphony/ heteroglossia:



બખ્તીનનું બહુચર્ચિત પુસ્તક 
‘રામાયણ’ જોશો તો જણાશે કે આમાં કથાનકની પાછળ ફક્ત વાલ્મિકીનો અવાજ ઘુમરાય છે. ‘ધર્મવિચાર’ અહીં કેન્દ્રમાં છે. સીતાનો મૌલિક અવાજ અને તેનાં અંગત મનોભાવો વાલ્મિકી રામાયણમાં સાંભળી નહિ શકાય. કેમકે, મહાકાવ્યમાં ચોક્કસ પ્રકારનો ideal world view/જાગતિક આદર્શ રજૂ થતો હોય છે. એથી સાવ જ ભિન્ન, નવલકથામાં કોઈ ચોક્કસ પ્રકારનો જાગતિક આદર્શ રજૂ કરવામાં આવતો નથી. નવલકથા એ તો  વૈવિધ્યપૂર્ણ અવાજોનું જગત છે. બખ્તીનને મતે નવલકથા એ એક પ્રકારનું લોકશાહીની જેમ એક મુક્ત સાહિત્ય સ્વરૂપ છે. 

બખ્તીને જેનો વિશદ અભ્યાસ તેનાં The Problems of Dostoevsky’s Poeticsમાં કર્યો છે તેમ દોસ્તોવસ્કી તેની પાત્રસૃષ્ટિમાં કદી ખલેલરૂપ ન બનતો અને તેમને ‘મુક્તાચાર’ માણવા દેતો. જેમ સામાજિક વાસ્તવ પ્રકારની નવલકથાઓમાં અવશ્ય જોવાં મળતું તેમ તેનાં પાત્રો પર દોસ્તોવસ્કી પોતાની લેખક તરીકેની આભા થોપી દેતો નથી. દોસ્તોવસ્કીની નવલકથા value-judgmentથી પીડિત નથી – અહીં પાપ-પુણ્ય વચ્ચે કોઈ ફેર નથી જોવાં મળતો – અને પાત્રો તેમનાં જાગતિક આદર્શો પોતે જ શોધતાં જોવાં મળે છે (નહિ કે લેખકે અગાઉથી કંડારી આપેલાં જાગતિક આદર્શો પર ચાલવું). દરેક પાત્ર અહીં એકસરખી સતહ પર જીવે છે. પાત્રની મનોસ્થિતિમાં ડોકિયું કરવાં માટે દોસ્તોવસ્કી પત્રો,સ્વપ્નો, કબૂલાતો જેવી literary devicesનો ઉપયોગ કરે છે. ઘણીવાર એવું બને છે કે કથાનક કોઈક જુદી જ દિશા પકડે છે. જેમકે, Crime and Punishmentમાં રાસ્કોલનીકોવ ઘોડાને માર મરાતો હોય તેવું સ્વપ્ન જુએ છે. અન્ય વ્યક્તિની સભાનતા તમારી અંદર પ્રવેશે છે. અને શબ્દનો અર્થ હંમેશા Contingent/હંગામી છે એવો ખ્યાલ આવે છે. ભીષણ પાપાચારી અને સર્વોપરી સદાચારી વચ્ચે ઝાઝો ફેર નથી. 

દોસ્તોવસ્કી તેની નવલકથાઓમાં ‘Double’ નો પ્રયોગ કરતો. કોઈ પાત્ર ઉમદા સંત હોય તો એની સામે તેનાં જેટલી જ કક્ષાનો કોઈ શેતાન હોય. દા.ત. Brothers Karamazovમાં ઇવાન અને તેનાં ભાઈઓનો સંવાદ. તમે એકાંતમાં તમારી જાત સાથે વાર્તાલાપ કરતાં હોવ છતાં એમ બને કે તે વાર્તાલાપ કરનારી વ્યક્તિ એક નથી. ભાષા પણ એક નથી – સડક પરની ભાષા, પૌષધશાળાની ભાષા, શયનખંડની ભાષા, વર્ગખંડની ભાષા, અદાલતની ભાષા. જેમકે, Crime and Punishmentમાં દારૂનાં પીઠ્ઠા પર વળગેલા લોકોની ભાષા. આને કહેવાય Polyphony. આપણે નવલકથાનો અભ્યાસ કરીએ ત્યારે આ બાબત પર તો સહેજે ધ્યાન આપતાં નથી હોતાં.

લેખકની શૈલી કેવી છે એનો અભ્યાસ કારગર નથી નીવડતો કારણકે લેખક પાસે તો એકથી વધુ શૈલી હોય છે. જેમકે, The Portrait of the Artist as a Young Manમાંથી ચાર લાઈન્સ લઈને અને કહો કે આવી લેખકની શૈલી છે તો એ કેટલે સુધી વ્યાજબી છે? વળી, એ શૈલી સ્ટીફન ડીડલસની છે કે જેમ્સ જોયસની તે પણ કઈ રીતે જાણવું?

નવલકથાનો ઉદ્ભવ:

ગ્રીક ફિલસૂફ સોક્રેટીસ
બખ્તીન નવલકથાનાં ઉષઃકાળ અંગે વાત કરતાં Socratic Dialogue ભણી લઇ જાય છે. આ સોક્રેટીક ડાયલોગ પ્રાચીન ગ્રીસની સડક પર આકાર લેતાં. સોક્રેટીક નામ મશહૂર ગ્રીક ફિલસૂફ સોક્રેટીસ પરથી આવ્યું છે. આ પ્રકારનાં સંવાદની પરંપરા સોક્રેટીસે શરુ કરી હતી જેમાં સોક્રેટીસ જાહેર રસ્તા પર કોઈકની સાથે સંવાદ શરુ કરે અને પછી તેમાં ધીરે ધીરે રસ્તા પરથી પસાર થનારાં લોકો જોડાતા જાય. દરમ્યાન સોક્રેટીસ ત્યાંથી હળવેકથી સરકી જાય. કહેવાની જરૂર ખરી કે આ પ્રકારનાં સોક્રેટીક ડાયલોગનો અંત અવશ્યપણે Riot/ ધાંધલધમાલમાં પરિણમે છે?


Carnivalization/ઉત્સવીકરણ :

બખ્તીન આ સાથે જ Menappian Satireની પણ વાત કરે છે જેને લોકસાહિત્ય કે ચારણીસાહિત્યમાં ગણાવી શકાય. વર્તમાનની જેમ મધ્યયુગીન યોરોપમાં પણ Non-believers/અનાસ્થા ધરાવનાર વર્ગ વિદ્યમાન હતો. Carnival/ઉત્સવનો સમયગાળો એવો સમયગાળો હોય છે જેમાં સામાન્ય સંજોગોમાં નિષિદ્ધ એવી લાગણીઓ કે ઉન્માદનું પ્રાકટ્ય વ્યાજબી લેખાતું હોય છે. દા.ત. આપણે ત્યાં ધુળેટીનાં તહેવારે છૂટથી કોઈને પણ ગાળ બોલી શકાય છે. આખું વર્ષ તમે પોલીસની દાંડાઈ સહન કરી લો પણ ધુળેટી પર તમે તેને ગાળ  આપી શકો અને તે મૂંગે મોંએ ગાળ ખાઈ પણ લે. એકવાર તમારો ચહેરો રંગબેરંગી થઇ જાય છે પછી તમે આગવું વ્યક્તિત્વ ધરાવતી કોઈ ભિન્ન વ્યક્તિ તરીકે મટી જાઓ છો.

'રાબેલે અને તેનું જગત'
Rabelais/રાબેલે (1494-1553) નામનો ફ્રેંચ નવજાગૃતિકાળનો લેખક જેણે કટાક્ષ અને રમૂજ કથાઓ તેમજ અશ્લીલ ટુચકા અને ગીતો લખ્યા હતાં અને જેને વિશ્વસાહિત્યનો એક અગ્રણી લેખક તથા આધુનિક યોરોપીયન લેખનનો પિતા ગણવામાં આવે છે તેનાં પર બખ્તીને Rabelais and His World નામનું પુસ્તક લખ્યું છે. રાબેલે તેનાં લખાણોમાં Pastiche/ભિન્ન લેખનશૈલીઓની રંગોળી અને  Parody/વિડંબના જોવાં મળતી. રાબેલે અનેક જાગતિક દર્શનોને સમાંતરે રજૂ કરતો. Carnival એવો સમયગાળો છે જેમાં પ્રબળ અને પ્રભાવિક જાગતિક દર્શનની સામે અને વિરોધમાં એક આખું સમાંતર જાગતિક દર્શન ખડું થાય છે. જેમકે, ભારતીય લોકસાહિત્ય પર નજર નાખીએ તો જોવાં મળશે કે ‘ભવાઈ’ અને ‘તમાશા’ એવાં લોકરંજક પ્રદર્શનોમાં કલાકાર અને દર્શક વચ્ચેનું અંતર નાબૂદ થઇ જાય છે અને જેમ આવાં પ્રદર્શનોમાં જોવાં મળે છે તેમ કલાકાર તમારી પાછળ પણ ઉભો હોય અને તમને ખબર પણ ન હોય.

Carnivalizationની કેટલીક ખાસિયતો જોઈએ:



(૧) અહીં તમામ બાબતોનાં સંદર્ભે ઉલટીગંગા વહે છે. શ્લીલ-અશ્લિલનું છૂટથી મિશ્રણ થાય છે. નાત-જાત-ધર્મનાં બંધનો ઉત્સવની ઉજવણી પૂરતા ખરી પડે છે અને એક પ્રકારની Communal energy/સામુદાયિક શક્તિનો સંચાર થાય છે. સર્વાન્તીસ (‘ડોન કિહોટે’થી પ્રખ્યાત) અને શેક્સપિયર ઉત્સવની આ વિશેષતા પ્રત્યે સભાન હતાં. Henry IV નાટકમાં આવતો Falstaff નામનો વિદુષક ઉત્સવની તમામ વિશેષતાઓથી પરિપુષ્ટ છે.

(૨) આ સમયે તમામ પ્રકારનાં બંધનો અલોપ થઇ જાય છે. શરીરનાં અધઃઉદર ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.  આ પ્રકારનાં સ્થૂળ અને શરીરી આનંદની ઉજવણી દ્વારા સમુદાય એક નવચૈતન્યને પ્રાપ્ત કરે છે. જયારે મધ્યકાલીન યુગમાં સમાજ અનેક પ્રકારનાં કરડાં નિયમો – do’s and don’ts - થી લિપ્ત હતો. એવે સમયે આવી દમનકારી પ્રણાલીઓ સામે ઝીંક ઝીલવાનું સમાજ પાસે એકમાત્ર સબળ માધ્યમ હતું: ઉત્સવો.

(૩) આ સમયગાળો ‘મુક્તિનો શ્વાસ’ લેવાનો સમયગાળો, અલબત્ત અલ્પકાલીન, પણ કહી શકાય. લોકચેતના કેવી રીતે પ્રકટે તેનો એક દાખલો જોઈએ: ઉત્તર કેરાલામાં ઉત્સવપ્રસંગે નિમ્ન જ્ઞાતિનાં નટો દ્વારા બ્રાહ્મણો કેવી રીતે નિમ્ન જ્ઞાતિનાં સભ્યોનું શોષણ કરે છે તેની ભજવણી કરવામાં આવતી. આવી ભજવણીમાં અચૂકપણે બ્રાહ્મણસમાજ સામે નિમ્ન જ્ઞાતિનાં સભ્ય તરીકે દર્શાવાયેલ પાત્રને બદલો લેતાં દર્શાવાતો. અને ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે આ પ્રકારની ભજવણીમાં દર્શકો તરીકે મુખ્યત્વે બ્રાહ્મણ સમાજનાં સભ્યો રહેતાં. એટલેકે શોષણખોરો જ શોષિતોની વ્યથાને સાંભળતા અને પોતાની જ થઇ રહેલી ટીકાનો આનંદ ઉઠાવતા.

(૪) બખ્તીને Market places/જાહેર સ્થળોની ભાષાનો અભ્યાસ રજૂ કર્યો છે. આપણે નવલકથાની અંદર જાહેર સ્થળોની ભાષા પરત્વે ધ્યાન આપતાં નથી. દા.ત. ડિકન્સની નવલકથામાં crowd/જનસમુદાય. આપણે જયારે કોઈ નવલકથાનો અભ્યાસ કરીશું તો ભાષામાં આવતો પલટો જોવાં મળશે. જેમકે, દીવાનખંડમાં બોલાતી ભાષા એ દારૂનાં પીઠ્ઠા પર બોલાતી ભાષા કરતાં ભિન્ન છે.

(૫)  હાસ્ય. હાસ્ય તો ઉત્સવનું અભિન્ન અંગ છે. હાસ્યની શક્તિઓ અંગે તો આપણે વાફેફ છીએ જ. દા.ત. કટોકટી સમયે દેશનાં તમામ વ્યંગ્યચિત્રકારો જેલમાં હતાં. કેમ? કેમકે, a cartoon captures the whole pornography of power.

(૬) કદાચ આજે પણ નવલકથા સમાજની dominant ideology/ બળુકી વિચારધારામાં રહેલાં છિદ્રો અને ગાબડા તરફ અંગુલીનિર્દેશ કરવામાં એક સબળ માધ્યમ સાબિત થાય છે. ઉદાહરણ તરીકે સલમાન રશ્દીની Minight’s Children કે Tony Morrison ની Beloved કે પછી ઓરહાન પામુકની નવલકથાઓ ટાંકી શકાય જેમાં Carnivalization વ્યાપકપણે જોવાં મળે છે. ડાયસ્પોરિક નવલકથાની આ સંદર્ભે વાત કરીએ તો એક કેનેડિયન નવલકથા છે: Cockroach. આ નવલકથામાં કેરેબિયન દ્વીપસમૂહનાં લોકોનાં કેનેડામાં વસવાટ અંગેની વાત છે. કદાચ નવલકથા એ stateless people/રાજ્યવિહીન લોકો માટે પોતાનો અવાજ અને લડત રજૂ કરવાનું અસરકારક માધ્યમ છે.

Thursday, March 7, 2013

The Dungeon/ ભૂગર્ભ બંદીખાનું

Dungeon /ભૂગર્ભ બંદીખાનું (પ્રતીકાત્મક તસ્વીર)

તો આ તે જગ્યા છે જે આપણા પૂર્વજોએ મનુષ્ય માટે બનાવી છે!
આ જ આપણી સામું દ્રોહ કરતાં આપણા જ લાચાર ભાઈ – સાવ જ નિર્દોષ, કદાચ – અને ગુનેગાર હોય તો ય શું? – પ્રતિ આપણી પ્રેમ અને ડહાપણની પ્રક્રિયા છે?
શું આ જ એકમાત્ર ઉપચાર છે? ઓ દયાળુ પ્રભુ!
પ્રત્યેક વિશુદ્ધ અને નૈસર્ગિક ઝરણું સુકાઈ જાય છે
The Dungeon/ભૂગર્ભ કેદખાનું
અજ્ઞાન અને કાળઝાળ ગરીબીને કારણે,
તેની શક્તિઓ તેનાં ચિત્તમાં દબાઈ રહે છે, અને ત્યાં બંધિયાર અને દૂષિત બને છે; જ્યાં સુધી તે વિષમાં પલટાઈ ન જાય ત્યાં સુધી
તે તેની પર પ્લેગને કારણે શરીર ઉભરી આવતાં ધ્રુણાસ્પદ ડાઘની જેમ હૂમલો કરે છે,
અને પછી આપણે પેલાં કોઠે પડી ગયેલાં ડહાપણને સાદ દઈએ ---
અને આ જ જાણે કે શ્રેષ્ઠ ઉપચાર છે! અગવડિયું અને મિત્રહીન એકાંત, કણસાટ અને રુદન,
અને ચીચુડાટનાં અવાજો સાથે દીવાબત્તીનાં ભેંકાર અજવાશની બાજુમાં ઉભેલાં અને બંદીખાનાનાં બાફ અને ધ્રૂમસેરો પછીતે દેખાતાં કરડા ચહેરાઓ! તો એ આમ ચોગમ અનિષ્ટ તત્વોથી ઘેરાયેલો છે, જ્યાં સુધી તેનો  માંહ્યલો પોતાનું સત્વ ગુમાવી ન બેસે અને આવાં વિકૃતિભૂત દ્રશ્યોથી આશાહીન વિકારને ન પામે!




ઓ કુદરત! તારી અન્ય કરામતની સાથે આ તારા સ્થાનભ્રષ્ટ અને વ્યાધિગ્રસ્ત બાળકને પણ ઉગાર: તું એની પર મૃદુ ઉર્જાનો અભિષેક કર:
તારાં ખુશનુમા રંગો, સુંદર સ્વરૂપો, અને પ્રસરતી મહેક,
તારા વનપ્રદેશો, શાંત સમીરો અને સલીલોની બંદીશો સંભળાવ
કે જ્યાં સુધી તેનો ઉદ્વેગ ન થાય શાંત, અને રહી ન શકે તે 
કઠોર અને કર્કશ જણસ 
આ સર્વવ્યાપી નૃત્ય અને સંગીતધારાની મહીં.
પણ, અશ્રુઓ વહાવીને, પુનઃપ્રાપ્તિ કરે તેનાં માર્ગની,
ક્રોધક્રાંત એવો તેનો આત્મા ઉપચાર પામે અને પ્રાપ્ત કરે ખોરવાયેલો લય 
પ્રેમ અને સૌંદર્યનાં સુકોમળ સંસ્પર્શ દ્વારા.

--- સેમ્યુઅલ ટેલર કોલરિજ 
મૂળકાવ્ય: The Dungeon 

Coleridge/કોલરિજ 
And this place our forefathers made for man !
This is the process of our Love and Wisdom,
To each poor brother who offends against us--
Most innocent, perhaps--and what if guilty ?
Is this the only cure ? Merciful God !
Each pore and natural outlet shrivell'd up
By Ignorance and parching Poverty,
His energies roll back upon his heart,
And stagnate and corrupt ; till chang'd to poison,
They break out on him, like a loathsome plague-spot ;
Then we call in our pamper'd mountebanks--
And this is their best cure ! uncomforted
And friendless Solitude, Groaning and Tears,
And savage Faces, at the clanking hour,
Seen through the steams and vapour of his dungeon,
By the lamp's dismal twilight ! So he lies
Circled with evil, till his very soul
Unmoulds its essence, hopelessly deform'd
By sights of ever more deformity !


With other ministrations thou, O Nature !
Healest thy wandering and distemper'd child :
Thou pourest on him thy soft influences,
Thy sunny hues, fair forms, and breathing sweets,
Thy melodies of woods, and winds, and waters,
Till he relent, and can no more endure
To be a jarring and a dissonant thing,
Amid this general dance and minstrelsy ;
But, bursting into tears, wins back his way,
His angry spirit heal'd and harmoniz'd
By the benignant touch of Love and Beauty. 





વિદ્યાપીઠ લાયબ્રેરીનાં ન્યુઝપેપર રીડીંગ સેક્શનમાં વિતાવેલો એક કલાક

આમ તો લોકો લાયબ્રેરીનાં ન્યુઝપેપર રીડીંગ સેક્શન (આ રૂપાળું નામ 'અમે' આપ્યું છે)માં ન્યુઝપેપર્સ વાંચવા જતાં હોય છે પણ હું અનાયાસે ત્યાં લોકોને 'વાંચવા' જઈ ચડ્યો. આમ, તો વિદ્યાપીઠ ગ્રંથાલયમાં રીડીંગ સેક્શન અને ન્યુઝપેપર રીડીંગ સેક્શન જુદાં-જુદાં હોવાં છતાં ઘણાં પાસે-પાસે છે એટલે કદાચિત કોઈ યુધ્ધમાં બે સેનાઓ લડાઈ પર ઉતરી હોય ત્યારે કોઈ નવોસવો સૈનિક પોતે કંઈ સેનામાં છે તેની વિમાસણમાં પડી જાય કંઇક એનાં જેવું જ મારી સાથે થયું.અને આમ પણ હું જોડે કાફકાની 'ટ્રાયલ' લઈને ગયેલો અને મારે જગ્યા જોઈતી હતી રીડીંગ સેક્શનમાં પણ જેમ એક પક્ષ ટીકીટ ન આપે તો ટીકીટપિપાસુ ઉમેદવારને અન્ય પક્ષની ટીકીટ પરથી ચૂંટણી લડવામાં જરાય વાંધો હોતો નથી તેમ મેં તો ન્યુઝપેપર રીડીંગ સેક્શન ભણી પ્રયાણ કર્યું.


ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશદ્વાર 
અહીં પડેલાં 'કચ્છમિત્ર', 'મુંબઈ સમાચાર' , 'DNA ભાસ્કર', 'The Hindu' વગેરે ઉથલાવ્યા...શોધવાથી આપણે જેને 'ન્યુઝ' કહીએ એ પદાર્થ અલ્પમાત્રામાં મળી પણ આવ્યો. પછી મેં મારી આજુબાજુ જોયું. આ આશ્રમરોડની બાહરી અને ફાની દુનિયાથી તદ્દન અલિપ્ત હોય એવાં પુણ્યશાળી આત્માઓ મારી ચોતરફ હતાં. તેઓ વર્તમાનપત્રોનાં પૃષ્ઠો એટલી તો જીજ્ઞાસા અને કુતુહલથી ફેરવતાં જતાં જાણે કે તેઓ અરીસામાં ખુદનાં પ્રતિબિંબને ન શોધતાં હોય! રીડીંગ સેક્શનમાંથી અહીં ધામા નાખવામાં હું કંઈ એકલો ન હતો. શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ અહીં स्वाध्यायात् मा प्रमद | એવાં તૈતરીય ઉપનીષદનાં મંત્રનું અનુસરણ કરી રહ્યાં હોય એવો ભાસ થઇ રહ્યો હતો. પણ નજીક જઈને જોતાં ખ્યાલ આવ્યો કે તેઓ 'લીબર્ટી' મેગેઝીનનું ઓઠું લઈને મોબાઈલ પર રમત રમી રહ્યાં હતાં અથવા કાલિદાસનો વિરહી યક્ષ તેની પ્રિયતમાને વાદળ દ્વારા પોતાનો પ્રેમસંદેશ મોકલાવે છે તેમ SMS સંદેશાઓની સુલભ સેવા દ્વારા તેઓ પોતાની પ્રિયતમાઓને સંદેશા પાઠવી રહ્યાં હતાં...કદાચ ૨૧મી સદીમાં આ પ્રવૃતિને જ 'સ્વાધ્યાય' કહેતાં હશે!



ખેર, મારી બાજુમાં એક પ્રૌઢ સજ્જન આવીને બેઠાં. તેમણે હાથમાં પેન રાખીને 'કચ્છમિત્ર' પલોટવા માંડ્યું. બે મિનિટમાં ખેલ પૂરો કરી એ પેપરનાં પહેલાં પાને ૪/૨ એવી ભેદી નિશાની કરી. પછી એમણે 'મુંબઈ સમાચાર' ને ઝપેટમાં લીધું. એને ધમરોળ્યા પછી તેની પર પહેલાં પાને ૫/૨ એવી નિશાની કરી. હવે 'સત્ય સમાચાર' કે એવું જ કંઇક ભેદી નામ ધરાવતું પેપર એમને હાથે ચડ્યું. એ વાંચ્યાં પછી એમણે ૭/૨ એવી નિશાની કરીને પોતાની અટક કાગળ પર 'બારોટભાઈ' લખીને ઉતારી. અને તેઓ બીજાં છાપાઓ ભણી વળ્યા. હું વિમાસણમાં પડ્યો. મને થયું આ આંકડાઓનો શું અર્થ થતો હશે? ૪/૨ લખેલાં છાપાં પર જોતાં જણાયું કે આ ચોથી તારીખનું છે. ઓહ! ગડ બેઠી. ભાઈને પોતે 'પતાવેલું' જે-તે અખબાર કંઈ તારીખનું છે એ લખવાની ટેવ હશે. કદાચ આ ભાઈને 'જન્મનો દાખલા' કે 'ડેથ સર્ટીફીકેટો' ફાડવાનું તો કામ નહિ હોય ને? અરે ! અરે! પણ આ ૭/૨ નો શું અર્થ કરવો. આજે તો ૬/૨ છે. કદાચ 'સત્ય સમાચાર' નાં સમાચારો આવતીકાલે સાચાં પડશે એવો?

મેં પછી તો મારી નવલકથા ખોલીને વાંચવા માંડ્યું. ત્યાં જ બાજુમાં એક ભાઈ આવીને બેઠાં. એમનાં હાથમાં 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' એવું પુસ્તક હતું. ખોલ્યું. એમાં 'આનંદશંકર ધ્રુવ' અંગે વાંચવાનું કરતા ન કરતા તેમણે તો આનંદશંકર પર જ પોતાનું માથું ઢાળી દીધું! હું તો ખુશ થયો કે ચાલો, ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસથી કોઈકને વર્તમાનમાં તો દેવોને ય દુર્લભ એવી નિંદ્રા અને આરામ તો મળે છે!

થોડી વાર મેં આમ વાંચ્યું હશે અને પછી તો હું પણ કંટાળ્યો અને ઘરે આવતો રહ્યો. પણ ન્યુઝપેપર રીડીંગ સેક્શનમાં 'વાંચવા' બેઠેલાં લોકોને જ 'વાંચવાની' ખરેખર મજા આવી ગઈ.



મુલાકાત લીધાં તારીખ: ફેબ્રુઆરી ૬ 

ઇશોપનિષદનો પ્રથમ શ્લોક 'ઇશાવાસ્યમ ઇદમ સર્વમ' સમજાવતાં ઉમાશંકર જોષી





(YouTube પર ગુજરાતી ભાષાનાં  ઉમદા કહી શકાય તેવાં કવિ સ્વ. ઉમાશંકર જોષીની
 ફક્ત એક જ વિડીયો ઉપલબ્ધ છે અને તે આ)

Tuesday, March 5, 2013

The Nightingale: A Conversation Poem'/ નાઈટીંગલ: એક સંવાદ કાવ્ય


આજે તો એમ.એ. સેમ-૨નાં વિદ્યાર્થીઓને કોલરિજની 'The Nightingale: A Conversation Poem' ભણાવવાની મજા આવી.વર્ગમાં હું કવિતાનું આરોહ-અવરોહ સાથે થોડુંક પઠન કરતો હોઉં અને વચ્ચે વચ્ચે અટકીને પઠન કરેલાં અંશોની સમજૂતી ગુજરાતીમાં રજૂ કરું. કોલરિજ એટલે અંગ્રેજી સાહિત્યમાં 1798-1832 સુધીનાં Romantic Age તરીકે ઓળખાતા યુગનો ઉમદા કવિ. વર્ડ્સવર્થ સાથે મળીને Lyrical Ballads નામનો કાવ્યસંગ્રહ તેણે બહાર પાડ્યો હતો. અફીણના નશામાં આ કવિએ પોતાનાં કાવ્યોનું સર્જન કર્યું છે: Kubla Khan, Rime of the Ancient Mariner, Christabel. મોટા ભાગની કવિતાઓ ખંડિત સ્વરૂપમાં છે. એમાં થતું એવું કે નશામાં કોલરિજને જે આખ્ખેઆખ્ખી કવિતાનું 'દર્શન' થતું તે બધું કાગળ પર અંકિત કરતી વખતે વચ્ચે જો કોઈ કારણસર વિરામ પડે કે ખલેલ પડે તો એ દર્શન અદ્રશ્ય થઇ જતું અને બસ કવિતા એટલેથી અટકી જતી. રોમેન્ટિક એજનાં મોટા ભાગનાં કવિઓ અને લેખકો - Wordsworth, Byron, Shelly, Keats, De Quinecey અફીણી કે ગાંજો-ચરસના બંધાણી હતાં! એમનાં માટે તે Escapism હતું.

ખેર, હવે કવિતા પર આવીએ:

આ કવિતા એક 'સંવાદ' છે જેમાં કવિ કોલરિજ પોતે પોતાનાં મિત્ર વર્ડ્ઝવર્થ અને તેની બહેન ડોરોથીને ઉદ્દેશીને 'Nightingale' પક્ષી અંગે વાત કરે છે. આ ત્રણેય જણા રાતનાં સમયે એક શાંત ઝરણા પર બનાવેલાં શેવાળથી આચ્છાદિત પુલ પર આવીને ઉભાં છે. નીરવ શાંતિ છવાયેલી છે.તારાઓ ઝાંખા પ્રકાશમાં ટમટમી રહ્યાં છે:

કોલરિજ, વર્ડ્ઝવર્થ અને ડોરોથી 
Come, we will rest on this old mossy bridge!
You see the glimmer of the stream beneath,
But hear no murmuring: it flows silently.
O'er its soft bed of verdure. All is still.

એકાએક Nightingal પક્ષીનો મધુર અવાજ કાને પડે છે. કોલરિજ તેમને Nightingale પક્ષીને ‘વિષાદનાં ગીતો ગાતું પક્ષી’ કેમ ગણવામાં આવે છે તેની વાત માંડે છે. કોઈક હ્રદયભગ્ન અને ખિન્ન માણસ કોએકવાર જંગલમાં અંધારી રાત્રે આ નાઈટીન્ગલનું ગીત સાંભળે છે અને તેને એમ લાગે છે કે પોતાનાં હ્રદયનો વિષાદ આ પક્ષીનાં ગીતમાં પડઘાય છે. બસ પછી તો કવિઓએ આ પક્ષીનું ગીત વિષાદપૂર્ણ/ Melancholy ગણાવ્યું છે:

But some night-wandering man whose heart was pierced
With the remembrance of a grievous wrong,
Or slow distemper, or neglected love,
(And so, poor wretch! filled all things with himself,
And made all gentle sounds tell back the tale
Of his own sorrow) he, and such as he,
First named these notes a melancholy strain.
And many a poet echoes the conceit;

કોલરિજ અણગમો વ્યક્ત કરે છે કે જો તે કવિઓએ ધ્યાનથી નિરીક્ષણ કર્યું હોત તો તેઓ કુદરતની સુંદરતાના ગીતો રચી શક્યા હોત પણ અફસોસ કે આજ કાલ તો મોટા ભાગનાં યુવાન કવિઓ કવયિત્રીઓનો મોટા ભાગનો સમય Ball-room અને hot theaters માં પસાર થાય છે:

And youths and maidens most poetical,
Who lose the deepening twilights of the spring
In ball-rooms and hot theatres

આવાં કટાક્ષ પછી કોલરિજ કહે છે કે આવાં લોકોની વચ્ચે આપણે ત્રણ તો કુદરતનાં વૈભવના ખરા ચાહકો છીએ અને આપણે આ Nightingaleનાં ગીતને ઉલ્લાસપૂર્ણ ગણી શકીએ છે:

My Friend, and thou, our Sister! we have learnt
A different lore: we may not thus profane
Nature's sweet voices, always full of love
And joyance!

ત્યારબાદ કોલરિજ તેમને એક ખંડિયર કિલ્લાની બાજુમાં આવેલી વૃક્ષવાટિકા અંગે વાત કરે છે કે જ્યાં રાત્રિના સમયે ઘણાબધા Nightingale પક્ષીઓ મીઠું મીઠું ગાતાં જોવાં મળે છે – murmurs musical અને swift jug jug. જો કોઈ વ્યક્તિ ઘડીક આંખ બંધ કરીને ઉભી રહે તો તેને તો આ બધું સ્વપ્નવત જ લાગે. અહીં કવિ એક લાવણ્યમયી કન્યાને જુએ છે જે કિલ્લાની નજીક રહેતી હોય છે અને આ પક્ષીનાં ગીત માણવા માટે રાત્રે અહીં આવતી હોય છે.

અંતે, કોલરિજ કહે છે કે “ચાલો, ઘણો સમય આપણે આ રીતે ઉલ્લાસમાં વ્યતીત કર્યો. હવે ઘરભણી પ્રયાણ કરીએ.” સૌ છૂટા પડે તે અગાઉ કોલરિજ તેમને પોતાનાં નાના બાળક વિષે જણાવે છે કે પોતે કેવી રીતે આ બાળકને કુદરત પ્રત્યે અભિમુખ કર્યું છે અને બાળક પોતે પણ કુદરતનું મિત્ર બનવા ઈચ્છે છે. આ બાળકને હજુ તો વાચા ફૂટી નથી પણ તેનામાં અંતર્ચેતના ઘણી છે. તે શુક્રનાં તારાને બરોબર પિછાણે છે. કોલરિજ એક પ્રસંગ કહે છે કે એક સમયે બાળકને નિંદ્રા નથી આવતી ત્યારે પોતે તેને તેડીને ઘરનાં આંગણામાં જાય છે. અને બાળકનો ધલવલાટ આકાશમાંનાં ચંદ્રને જોઈને શમી જાય છે. ચંદ્રના સોનેરી પ્રકાશમાં કોલરિજ તેની આંખમાં તગતગી રહેલાં આંસુઓને ચળકતા જુએ છે.તે ઈચ્છે છે કે તેનાં પુત્રમાં કુદરત પ્રત્યેનો આવિર્ભાવ વધતો રહે અને તે કુદરતને વિષાદ નહિ પણ ઉલ્લાસ સાથે જોડી શકે:

My dear babe,
Who, capable of no articulate sound,
Mars all things with his imitative lisp,
How he would place his hand beside his ear,
His little hand, the small forefinger up,
And bid us listen! And I deem it wise
To make him Nature's play-mate. He knows well
The evening-star; and once, when he awoke
In most distressful mood (some inward pain
Had made up that strange thing, an infant's dream)
I hurried with him to our orchard-plot,
And he beheld the moon, and, hushed at once,
Suspends his sobs, and laughs most silently,
While his fair eyes, that swam with undropped tears,
Did glitter in the yellow moon-beam! Well!
It is a father's tale: But if that Heaven
Should give me life, his childhood shall grow up
Familiar with these songs, that with the night
He may associate joy. Once more, farewell,
Sweet Nightingale! once more, my friends! farewell.