... અને એક દિવસ એ.ડી.પટેલે કેબીનમાં બોલાવીને મને કહ્યું: “તમને સંસ્થાના કલ્ચરલ ફેસ્ટ સૌહાર્દ-૨૦૧૭ની ડ્રામા ઇવેન્ટનાં કોઓર્ડીનેટર બનાવીએ છે. વિદ્યાર્થીઓ પાસે સરસ ડ્રામા તૈયાર કરાવવાની તમારી જવાબદારી. મને તો વિશ્વાસ છે કે તમે સારું જ કરાવશો. બોલો કરી શકશો ને?”
આ સાંભળીને મને તો જલસો પડી ગયો. એચ.કે.આર્ટસમાં બી.એ. કરતો ત્યારે કોલેજના નાટકોમાં ભાગ લેવાની તક મળી હતી. પછી તો એમ.એ. થઈને નોકરીએ લાગ્યો પણ હજુ સુધી નાટક કરાવી શકું એવું શક્ય બન્યું નહોતું... મારાં વિદ્યાર્થીઓ પાસે સરસ નાટક કરાવીશ એવી ઈચ્છા દસેક વર્ષોથી હ્રદયમાં ઢબૂરીને બેઠો હતો...ને આમ એકાએક સુષુપ્ત ઈચ્છાને જાણે પાંખો ફૂટી... ને મેં તો લાગલું જ કહી દીધું: “હા સાહેબ...કેમ નહિ? છોકરાઓ પાસે નાટક કરાવવું મને બહુ જ ગમશે.”
...મને નાટક તૈયાર કરાવવાની જવાબદારી કેમ સોંપાઈ હશે એ અંગે વિચારું છું તો થાય છે કે બધાંને એવું લાગે છે કે હું ઘણું વાંચનારો માણસ છું (અથવા એમ કહો, હું ઘણું વાંચનારો માણસ છું એવી છાપ ઉભી કરવામાં સફળ રહ્યો છું!)... મારું વાંચન નાટક તૈયાર કરાવવામાં લેખે લાગશે કે કેમ એ તો આગળઉપર તમે જોશો પણ હા, જયારે મને આ જવાબદારી સોંપાઈ એ દિવસથી મેં નાટકો અંગે ખાંખાખોળા કરવાં માંડ્યા, ટૂંકી વાર્તાઓ તપાસવા માંડી, હાસ્યનિબંધો ઉલેચવા માંડ્યા, લઘુનવલકથાઓ વિખવા માંડી...હાય રે! કંઈ ભજવણી યોગ્ય મળી જાય!
...ભજવણી યોગ્ય સાહિત્યની શોધશોધમાં મારાથી શોધાઈ ગયો મૌલિકરાજ. મૌલિકને માણસ કહેવો કે મહેફિલ કહેવી એ હજુ સુધી હું નક્કી કરી શક્યો નથી. અમે બંને એક જ કોલેજ – એચ.કે. આર્ટસ – નાં ફરજંદ! પણ જુઓને, આ મૌલિક કોલેજ પૂરી કરીને ક્યાંય આગળ નીકળી ગયો ને હું હજી કોલેજમાં જ છું! આ ઓલિયો અત્યારે તો એક એન.જી.ઓ. સાથે સંકળાયેલો છે અને ડફેર અને ભરથરી જેવી ચાલીસેક જેટલી વિચરતી જાતિઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનાં ઉમદા કાર્યની ધૂણી ધખાવીને બેઠો છે... ૭મી માર્ચે મૌલિક અને એચ.કે. નાં વિદ્યાર્થીઓની ટીમે સદીઓથી સ્ત્રીનાં શોષણનો આલેખ આપવા સાથે સ્ત્રીસશક્તિકરણનું મહિમામંડન કરતું ‘હર બોડી, હર રાઈટ’ નામનું શેરીનાટક મારી સંસ્થામાં ભજવ્યું અને અમારાં તાર પાછાં જોડાયા...અને નિકુલને પણ આ નિમિત્તે પહેલી જ વાર મળવાનું થયું...
“એ મૌલિક, મારાં છોકરાઓ પાસે એક નાટક કરાવવું છે.” મેં પ્રસ્તાવ મૂક્યો. “અરે સર, કેમ નહિ? ચોક્કસ કરાવીએ.” સૌહાર્દ-૨૦૧૭ માટે એપ્રિલની ૧૩મી તારીખ નક્કી થયેલી અને ગાંધીનગરનાં ટાઉનહોલ ખાતે કાર્યક્રમ થવાનો હતો. સિંગિંગ, ડાન્સિંગ અને રેમ્પ વોક જેવી બીજી બધી ૪-૫ મિનીટની ઇવેન્ટની સામે ૧૫-૧૫ મિનીટનાં બે નાટક અથવા ૩૦ મિનીટનું એક નાટક કરાવવાનું હતું. નાટકની પહેલાં વર્કશોપ થાય જેમાં નાટક કરવાં ઇચ્છુક વિદ્યાર્થીઓને નાટકનાં વિવિધ પાસાં અંગે અભિમુખ થાય એ પછી જ સ્ક્રીપ્ટ-ફાઈનલીઝેશન તેમજ કાસ્ટિંગ આવે એવી એક રૂપરેખા મૌલિક પાસેથી મળી. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ હતી એટલે એકવાર નાટક માટે કેટલાં વિદ્યાર્થીઓ થાય છે એ નક્કી થાય પછી આગળ વધશું એમ ઠેરવ્યું.
એ દરમ્યાન મેં અશ્વિની ભટ્ટની ‘રમણભમણ’, ‘કમઠાણ’, શરદ જોશીનું ‘એક થા ગધા...અલાદાદ ખાં’ અને ‘બુદ્ધ કે દાંત’, હરીશંકર પરસાઈની ‘રાણી નાગફની કી કહાની’, ‘ઇન્સ્પેક્ટર માતાદીન ચંદ્ર પર’, ‘ભોલારામ કા જીવ’, ભારતેન્દુ હરિશ્ચંદની ‘અંધેરી નગરી’ જેવી રચનાઓ ઉપરાંત તારક મહેતાનાં કેટલાંક નાટકો વાંચી નાખ્યાં. ગૂગલ ઉપર મંચનીય નાટકોની સ્ક્રીપ્ટ શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઘોર હતાશા થઇ. ખરેખર, સ્ક્રીપ્ટની અછત અને ઉપલબ્ધતાનો પ્રશ્ન ઘણો ગંભીર છે. મનમાં એવો પણ વિચાર આવ્યો કે ઈન્ટરનેટ અને ઈન્ફોર્મેશન-શેરિંગનાં જમાનામાં એકાદ ScriptPortal ન શરુ કરી શકાય જેમાં તખ્તાલાયકી ધરાવતાં અને વખણાયેલા નાટકોની સ્ક્રીપ્ટ આખેઆખી કે એનાં સાર સ્વરૂપે, પાત્રપરિચય સાથે તેમજ જો ભજવાયેલ હોય તો તેનાં ફોટાં અને વિડીયોલીંક ઉપલબ્ધ હોય અથવા તો એ સ્ક્રીપ્ટ મેળવવા માટે સંપર્કસૂત્ર આપેલ હોય. આ કામ વહેલી તકે કરવાં જેવું છે.
...પણ સાવ ઈન્ટરનેટ તળે અંધારું ય નથી! કેમકે, ‘સુદર્શન’ નામનો બ્લોગ ચલાવતા હિંદી લેખક કે.એમ.મિશ્રની ‘સસ્તે જહાજ કા સપના’ નામનું નાટક મળી આવ્યું. એ સિવાય મારી પાસેના પુસ્તકોમાંથી રતિલાલ બોરીસાગર દ્વારા સંપાદિત ‘અર્વાચીન ગુજરાતી હાસ્યરચનાઓ’ માંથી બાબુભાઈ વ્યાસ ‘પ્રો. ડાહ્યાલાલ’નો હાસ્યનિબંધ ‘આ મકાન ના જોઈએ’ પણ મનમાં રમી રહ્યું હતું. નિરંજન ત્રિવેદીનું ‘ન્યાયનો ઘંટ’ અને સ્ટીફન લીકોકનાં હાસ્યનિબંધ ‘માની વર્ષગાંઠ’ પણ હાથ પર આવ્યા.
...પિસ્તાળીસ થી પચાસ વિદ્યાર્થીઓએ નાટકમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આટલાં બધાનું ઓડિશન કેમનું લઈશું એ પ્રશ્ન હતો પણ મૌલિકે ધરપત આપી કે આપણે બધાંની પાસે નાટક કરાવીશું. ડ્રામાની વર્કશોપ માટે એ.ડી.પટેલે એમનાં ઈલેક્ટ્રીકલ ડીપાર્ટમેન્ટનો એક રૂમ ફાળવી આપ્યો. વિશ્વાસથી શરુ થયેલી વાત હવે વાસ્તવિકતા બનવા લાગી. ૯મી માર્ચ. સમય લગભગ સવારનાં ૯:૦૦. નિકુલ અને પલકેશે ડ્રામાનાં છોકરાઓની વર્કશોપ લેવા આવી પહોંચ્યા. આવીને સૌ પ્રથમ પોતાનો પરિચય આપ્યાં બાદ દરેક વિદ્યાર્થીને એની જગ્યા પર ઉભાં થઈને એનું નામ સંભળાય એ રીતે સ્પષ્ટ અવાજે બોલવાનું શીખવ્યું, નાટકમાં શા માટે જોડાયા છે સહુ એ જાણ્યું, સ્ટેજની રચના વિષે થોડો પરિચય આપ્યો...

No comments:
Post a Comment